તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતનો વિકાસ!:એક વર્ષમાં એક લાખથી વધુ ગરીબ પરિવારો વધ્યા, રાજ્યની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા હેઠળ જીવે છે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • 2019માં 30 લાખ 94 હજાર ગરીબ પરિવારો હતા, જે 2020 માં વધીને 31 લાખ 41 હજાર સુધી પહોંચી ગયા
  • 31 લાખ ગરીબ પરિવારો માં સરેરાશ એક પરિવારમાં 6 સભ્યો ગણીયે તો 1 કરોડ 88 લાખ જેટલી સંખ્યા થાય

ગુજરાત વિકાસશીલ રાજ્ય હોવાની વાતો વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ હોવાનું સરકારી આંકડામાં જ બહાર આવ્યું છે, જેમાં ગુજરાતમાં 2019 માં રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં આપેલ આંકડાઓ મુજબ રાજ્યમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરીવારોની સંખ્યા 30 લાખ 94 હજાર 580 પરીવારોની સંખ્યા હતી તેમાં વધારો થઈને ડીસેમ્બર 2020ની સ્થિતિએ 31 લાખ 41 હજાર 231 પરીવારોની સંખ્યા થઈ છે,તે જોતા એક ગરીબ પરિવાર માં સરેરાશ 6 સભ્યો ગણવામાં આવે તો 1 કરોડ 88 લાખ જેટલી સંખ્યા થાય એટલે કે ગુજરાતની ત્રીજા ભાગ જેટલી વસ્તી ગરીબી રેખા હેઠળ છે.

રાજ્યની ત્રીજા ભાગ જેટલી વસ્તી ગરીબી રેખા હેઠળ
રાજ્ય સરકારે અગાઉ 2019ના રોજ વિધાનસભા ગૃહમાં આપેલ આંકડાઓ મુજબ રાજ્યમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરીવારોની સંખ્યા 30 લાખ 94 હજાર 580 બીપીએલ પરીવારોની સંખ્યા હતી તેમાં વધારો થઈને ડીસેમ્બર 2020ની સ્થિતિએ 31 લાખ 41 હજાર 231 પરીવારોની સંખ્યા થઈ છે. રાજ્ય સરકાર ગુજરાત વિકાસની હરણફાળ ભરી હોવાના દાવાઓની વચ્ચે વાયબ્રન્ટ ગુજરાતમાં ગરીબોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે.

રાજ્યની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા હેઠળ જીવે છે
રાજ્યની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા હેઠળ જીવે છે

ગરીબોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો
31 લાખ 41 હજાર 231 પરીવારોની સંખ્યામાં સરેરાશ એક કુટુંબના સખ્યોની સંખ્યા 6 ગણવામાં આવે તો 1 કરોડ 88 લાખ કરતાં વધુ ગરીબોની સંખ્યા થાય. આમ રાજ્યની ત્રીજા ભાગ જેટલી વસ્તી ગરીબી રેખાથી નીચેનું જીવન ધોરણ જીવી રહી છે.રાજ્યમાં 0 થી 16 ગુણાંકવાળા 16 લાખ 19 હજાર 226 પરીવારો અને 17 થી 20 ગુણાંકવાળા 15 લાખ 22 હજાર 5 પરીવારો મળીને 31 લાખ 41 હજાર 231 પરીવારોની સંખ્યા છે તેમાં બે વર્ષમાં સૌથી વધુ અમરેલી જીલ્લામાં 2,411 પરીવારો, રાજકોટ જીલ્લામાં 1,509 પરીવારોની સંખ્યામાં વધારો થયો છે.

અંત્યોદય કાર્ડ ધારકોની સંખ્યા 2.60 લાખની હતી
અંત્યોદય કાર્ડ ધરાવતા લોકોની સંખ્યા 2.60 લાખની હતી. ત્યારબાદ 2020માં લાગુ કરવામાં આવેલી મા અન્નપૂર્ણા યોજનાના લાભાર્થી તરીકે શહેરમાં 1 કરોડ 24 લાખ 6 હજાર અને ગામડાંમાં 2 કરોડ 58 લાખ 78 હજાર લોકો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તેમાં 8.8 લાખ અંત્યોદય યોજનાના પરિવારોનો પણ સમાવેશ થાય છે. 2001માં અત્યોદય યોજના હેઠળના પરિવારોની સંખ્યા 33.75 લાખની હતી તે વધીને 2020માં 3 કરોડ 82 લાખ 84 હજાર થઈ છે.આ ગાળામાં વસતિમાં પણ 1.19 કરોડ નો વધારો થયો છે. કોરોના કાળમાં 68.80 લાખ ગરીબ પરિવારોને ફ્રી ફૂડ પણ આપવામાં આવ્યું છે.

કોરોના કાળમાં 68.80 લાખ ગરીબ પરિવારોને ફ્રી ફૂડ પણ આપવામાં આવ્યું
કોરોના કાળમાં 68.80 લાખ ગરીબ પરિવારોને ફ્રી ફૂડ પણ આપવામાં આવ્યું

રાજ્યમા મધ્યાહ્ન ભોજન લેનારાઓ વધ્યા
ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી છે, મધ્યાહ્ન ભોજન લેનારાઓ વધ્યા છે છતાંય કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 28 હજાર 52 લાખ 950 મેટ્રિક ટનના જથ્થામાંથી ગુજરાતે માત્ર 23 લાખ 56 હજાર 288 મેટ્રીક ટન જથ્થાનો જ ઉપાડ કર્યો છે. કેન્દ્ર સરકારે ગુજરાતને 12 લાખ 22 હજાર 693 મેટ્રિક ટન ચોખાનો જથ્થો કેન્દ્ર સરકારે ફાળવ્યો હતો. તેમાંથી 9 લાખ 73 હજાર 794 મેટ્રીક ટન ચોખાનો ઉપાડ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો