મતદારયાદી સુધારણા:એક જ દિવસમાં 9500થી વધુ અરજી, 3100 જેટલા નવા મતદારોની નોંધણી માટે અરજી

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
રવિવારે જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે ઝુંબેશ હાથધરાઈ હતી. - Divya Bhaskar
રવિવારે જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે ઝુંબેશ હાથધરાઈ હતી.

ગાંધીનગરમાં રવિવારે મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં જિલ્લાની 5 વિધાનસભા બેઠક વિસ્તારમાંથી અંદાજે 9,500થી વધુ અરજી અવી હતી, જેમાં 18-19 વર્ષના નવા ઉમેરાયેલા મતદારોની કુલ 3100થી વધુ અરજી મળી હતી.રવિવારની ઝુંબેશમાં 18-19 વર્ષના મતદારો દ્વારા તથા બહારથી આવેલા મતદારોના અંદાજે 6300થી વધુ ફોર્મ મળ્યા હતા.

જેમાં 3100 જેટલા તો નવા જ મતદારોના ફોર્મ હતા. વિધાનસભા બેઠક પ્રમાણે વાત કરીએ તો દહેગામ બેઠકમાં 585 નવા મતદારો, ગાંધીનગર દક્ષિણમાં 910 નવા મતદારો, ગાંધીનગર ઉત્તરમાં 626 નવા મતદારો, માણસામાં 479 નવા મતદારો તથા કલોલ વિધાનસભા બેઠક પર 591 નવા મતદારોએ પોતાના નામ મતદારયાદીમાં ઉમેરવા માટે અરજી કરી છે.વર્ષ 2017માં મતદારયાદીમાં જિલ્લામાં કુલ 11.76 લાખ મતદારો નોંધાયેલા હતા. જેમાં છેલ્લા ત્રણેક વર્ષમાં 50 હજારથી વધુ નવા મતદારો ઉમેરાયા હોવાનો અંદાજ છે. મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં 1-1-2022ના રોજ 18 વર્ષ પુરા થતાં હોય તેવા યુવાનો પણ મતદારયાદીમાં નામ નોંધણી કરાવી શકશે.

નામી કમી કરાવવા 900 અરજી
ઝુંબેશમાં નામ કમી કરાવવા માટે 900થી વધુ અરજીઓ મળી છે, જેમાં દહેગામમાં 95થી વધુ, ગાંધીનગર દક્ષિણમાં 210થી વધુ ગાંધીનગર ઉત્તરમાં 330થી વધુ, માણસામાં 140 જેટલી, કલોલમાં 150થી વધુ અરજીઓ મળી હોવાનું જાણવા મળ્યું છે.

સુધારા માટે 2200 અરજી
નામ, ફોટો, એડ્રેસ જેવા સુધારા માટે 2200થી વધુ અરજી મળી હતી, જેમાં 1600 જેટલી નામ-ફોટો સુધારવા જ્યારે 550થી વધુ અરજી એડ્રેસ ચેન્જ માટેની મળી છે.

અન્ય સમાચારો પણ છે...