મદદ માટે ગુહાર:યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓની મદદ અર્થે કાર્યરત કરવામાં આવેલા કંટ્રોલ રૂમમાં 77 થી વધુ લોકોએ મદદ માંગી

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે અનેક ગુજરાતીઓ યુક્રેનમાં દયનીય હાલતમાં મુકાયા
  • લોકોને વતનમાં પરત લાવવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કામગીરી હાથ ધરાઈ

રશિયા-યુક્રેન વચ્ચે શરૂ થયેલાં યુદ્ધના પગલે અનેક ગુજરાતીઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે. ત્યારે ફસાયેલા ગુજરાતીઓની મદદ અર્થે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્ટેટ ઈમરજન્સી રિસ્પોન્સ કંટ્રોલ રૂમમાં અત્યાર સુધીમાં 77 થી વધુ લોકોએ કોલ કરીને મદદ માટેની ગુહાર લગાવી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે અનેક ગુજરાતીઓ યુક્રેનમાં દયનીય હાલતમાં મુકાયા છે. ફ્લાઇટ રદ થવાની સાથે ગુજરાતીઓને બંકરમાં રહેવાની ફરજ પડી રહી છે. આવા સંજોગોમાં યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓની મદદ અને તેમની જરૂરી માહિતી એકત્ર કરવા માટે રાજય સરકાર દ્વારા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે.

આ કંટ્રોલ રૂમમાં ગણતરીના કલાકોમાં જ અત્યાર સુધીમાં 77 થી વધુ લોકોએ કોલ કરીને સરકાર પાસે યુક્રેનમાં ફસાયેલા સ્વજનોને પરત લઈ આવવા માટે ગુહાર લગાવવામાં આવી છે. આ ઉપરાંત સરકાર દ્વારા ઈમરજન્સી સ્ટેટ ઓપરેશન સેન્ટર ખાતે યુક્રેનમાં ફસાયેલા લોકોનો ડેટા એકઠા કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. અત્યારે કોલ સેન્ટરમાં 77થી વધુ લોકોના ડેટા આવ્યા છે.

આ તમામ ડેટા એકત્ર કરીને પ્રતિ દિવસે કેન્દ્ર સરકારમાં અને યુક્રેનની ઈન્ડિયન એમ્બેસીમાં મોકલવામાં આવી રહ્યો છે. આમ, ગુજરાતમાંથી અનેક વિદ્યાર્થીઓ અને વ્યાપાર અર્થે ગયેલા ગુજરાતના લોકો ફસાયા છે. ત્યારે આ તમામ લોકોને ગુજરાતમાં પરત લાવવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.

રાજ્ય સરકાર દ્વારા ફ્લાઈટ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આમાંથી રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી અત્યારે 70થી વધુ લોકોની માહિતી સરકારને પ્રાપ્ત થઈ છે. જ્યારે યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓને એરલિફ્ટ કરવા બાબતે પણ સરકાર પાસે લોકો મદદ માંગી રહ્યા છે. આમ, રાજ્ય સરકારે લીધેલી તમામ ઈન્કવાયરી અને માહિતી વિદેશ મંત્રાલયને મોકલી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...