તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે 5 હજારથી વધુ લોકોને રસી અપાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3,82,950એે પ્રથમ તથા 1,05,945 લોકોએ રસીના 2 ડોઝ લીધા

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે 5 હજારથી વધુ વ્યક્તિઓને કોવિડની રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી 3,82,950 નાગરિકોને પ્રથમ તથા 1,05,945 લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે. કોરોના રસીકરણ મહાઅભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે જિલ્લાના 35 સેન્ટર્સ પરથી 5,095 વ્યક્તિઓને કોરોનાની રસી અપાઈ છે. આજે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ તાલુકાના 40 સેન્ટરો ખાતેથી 18થી વધુ અને 44 ઉપરની ઉંમરના લોકોને રસી આપવાનું આયોજન કરાયું છે.

જેમાં કલોલ તાલુકાના મોખાસણ, પાનસર, સઇજ, હાજીપુર, રાંચરડા, ધનજ, કલોલ શહેરમાં યુ.એચ.સી-1, યુ.એચ.સી.-2, સી.એચ.સી. કલોલ-1, જનરલ હોસ્પિટલ અને ખાત્રજ ખાતે રસી અપાશે. માણસા તાલુકામાં પુન્દ્રા, યુ.એચ.સી., માણસા, સી.ડી.એચ., માણસા, સોજા, ઇટાદરા, આજોલ, બિલોદ્રા, મહુડી, વરસોડા અને વેડા ખાતે રસી અપાશે. તાલુકામાં રૂપાલ, ઉનાવા, વડોદરા, ઉવારસદ, પ્રાંતિયા, આદરજ, ડભોડા, અડાલજ, છાલા અને સાદરા ખાતે જ્યારે દહેગામ તાલુકામાં યુ.એચ.સી. દહેગામ, સનોડા, સાંપા, કડજોદરા, દેવ મુવાડા, બહિયલ, કડાદરા, પાલુન્દ્રા અને પાટનાકુવા ખાતે રસી અપાશે.

અન્ય સમાચારો પણ છે...