તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો મુંઝાયા:જૂના વિસ્તારમાં 50થી વધુ ઘરે મિલકત વેરાનાં 2 બિલો પહોંચ્યાં

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંકલનનો અભાવ કે પ્રિન્ટિંગ મિસ્ટેક: લોકો મુંઝાયા
  • ભાડૂત સહિતના કિસ્સામાં કાયદેસર રીતે જે લોકોને 2 બિલો મળતાં હોય તેઓએ બંને બિલ ભરવાના રહેશે

ગાંધીનગરમાં શહેરમાં સેક્ટર-27 સહિત જુના વિસ્તારમાં 50થી વધુ સ્થળે મિલકત વેરાના બે બિલો પહોંચી જતાં નાગરિકો મુંઝાયા છે. એક જ પ્રોપર્ટીના બે બિલો મળતાં બે બીલો ભરવા કે શું કરવું તે અંગે મુંઝાયા છે. મનપા દ્વારા પ્રોપર્ટી ટેક્સના બિલોનું વિતરણ ચાલી રહ્યું છે ત્યારે શહેરના જૂના સેક્ટર્સમાં અનેક નાગરિકોના ઘરે બે બિલો પહોંચતાં કરી દેવાતા લોકો વિચારતાં થઈ ગયા હતા. એક જ નંબરના બે બિલોને પગલે નાગરિકોને મુંઝવણમાં મુકાયા હતા કે આખરે તેમણે કયુ બિલ સાચુ સમજવું.

મળેલી માહિતી પ્રમાણે કોર્પોરેશન વિસ્તારમાં તંત્રની આકરણી મુજબ ખાનગી એજન્સી બિલો જનરેટ કરતી હોય છે. જે કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈપણ જાતના ખર્ચ વગર બેંકોના સહયોગથી કુરીયર કંપની મારફતે બિલો લોકોના ઘર સુધી પહોંચાડે છે. ત્યારે આ કિસ્સાઓમાં બિલો જનરેટ કરતાં સમયે 50 જેટલા કિસ્સામાં બિલોની બે-બે પ્રિન્ટી આવી ગઈ હતી. કામગીરીની સાયકલ પ્રમાણે પ્રિન્ટો સીધી કુરિયર કંપનીને પહોંચતા આ પ્રકારે બે બિલો પહોંચી ગયા હોવાની શક્યતા તંત્ર જોવે છે.

સંકલનનો અભાવ કહો કે પ્રિન્ટિંગ મિસ્ટેક પરંતુ 50થી વધુ નાગરિકોએ એક દિવસમાં માટે ચિંતામાં પેસી ગયા હતા. જોકે કોર્પોરેશનમાંથી મળેલી માહિતી મુજબ એક જ રકમવાળા બે બિલોમાં નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ ભાડવાત સહિતના કિસ્સામાં કાયદેસર રીતે જે લોકોને બે બિલો મળતા હોય તેઓએ બંને બિલ ભરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...