રાત્રી કર્ફ્યુનો સમય વધારાયો:કોરોનાના કેસોમાં વધારો થતાં સરકારનો નિર્ણય, ગાંધીનગરમાં રાત્રી કર્ફ્યુ રાતના 10થી સવારના 6 સુધી

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં માત્ર છ દિવસમાં જ કોરોનાનો આંકડો 281 પર પહોંચ્યો છે
  • આજ સ્પીડ રહેશે તો મહિનાનાં અંતમાં 2 હજારની ઉપર કેસ આવવાની શક્યતા

કોરોનાના કેસોમાં સતત વધારો થતાં ગાંધીનગર શહેરમાં રાત્રી કર્ફ્યુના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. 8 તારીખથી ગાંધીનગર શહેરમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે. વાઇબ્રન્ટ સમિટ મોકુફ થયા બાદ સરકારે વધુ એક કડક નિયંત્રણ લાગુ કર્યા છે.

ગાંધીનગરમાં દરરોજ કોરોનાના 50થી વધુ કેસ આવતા ફફડાટ
રાજયના પાટનગર ગાંધીનગરમાં દિનપ્રતિદિન કોરોના ત્રણ ઘણી સ્પીડથી જિલ્લાને ભરડામાં લઈ રહ્યો છે. આખા ડિસેમ્બર મહિનામાં માત્ર 49 કોરોનાના કેસોની સામે જાન્યુઆરીમાં માત્ર સાત દિવસમાં જ કોરોનાનો ગ્રાફ ઉંચો આવી ગયો છે. હાલમાં 281 કેસ માત્ર સાત દિવસમાં સામે આવ્યા છે. તે જોતાં આજ સ્પીડથી કોરોના સંક્રમણ આગળ વધ્યું તો મશીનના અંત સુધીમાં કોરોના આંકડો 2 હજારથી ઉપર આંબી જવાની શકયતા વર્તાઈ રહી છે.

ગાંધીનગરમાં કોરોનાની પ્રથમ લહેર પછીની બીજી લહેર ઘાતકી પુરવાર થઈ હતી. બીજી લહેરની વાત કરીએ તો ગાંધીનગરમાં પ્રારંભિક તબક્કામાં આજ રીતે છૂટાછવાયા કેસો નોંધાયા હતા. જે પછી જાન્યુઆરીથી કોરોનાએ સ્પીડ પકડતાં ફેબ્રુઆરી અને ખાસ કરીને માર્ચ એપ્રિલમાં તો મોતનું તાંડવ શરૂ થઈ ગયું હતું. ત્યારે વર્ષ - 2022 ની શરૂઆતથી દરરોજ સંક્રમિતોની સંખ્યા ડબલ થઈ રહી છે.

ગાંધીનગરમાં ડિસેંબર - 2021નાં આંકડા

તારીખકેસો
14
21
31
61
71
92
101
111
121
131
141
165
181
191
2020
212
242
252
262
272
287
296

​​​​​​

22 દિવસ. 49 કોરોના કેસ

જાન્યુઆરી - 2022 કોરોનાનાં આંકડા

તારીખકેસો
120
223
327
435
585
691

​​​​​​6 દિવસમાં 281 કેસ

આમ ઉપરનો ગ્રાફ જોઈએ તો ડિસેમ્બર મહિનામાં 22 દિવસમાં માત્ર 49 કુલ કોરોનાના કેસો સામે આવ્યા હતા. જેની સરખામણીએ જાન્યુઆરી 2022 માં માત્ર 6 દિવસમાં જ આંકડો 281 પર પહોંચી જવા પામ્યો છે. જો આજ ગતિએ કોરોના નું સંક્રમણ આગળ વધતું રહેશે તો મહિનાના અંત સુધીમાં ગાંધીનગરમાં કોરોનાના કેસોનો આંકડો 2 હજારની ઉપર આવવાની શકયતા વર્તાઈ રહી છે.

એજ રીતે કોરોનાની બીજી લહેરમાં જાન્યુઆરી મહિનામાં ધીમે ધીમે કોરોનાએ ગાંધીનગરમાં પગ પેસારો કર્યો હતો. અને તેઓ ગ્રાફ દિવસે ને દિવસે આગળ વધતા માર્ચ એપ્રિલમાં કોરોના સર્વોચ્ચ સપાટીએ પહોંચી જવાની સાથે મોતનું તાંડવ શરૂ થઈ ગયું હતું. ગાંધીનગરની પરિસ્થિતિ એટલી વણસી હતી કે ખાટલા, બાટલા અને લાકડા ખૂટી પડ્યા હતા. આમ ત્રીજી લહેર પણ એજ રીતે આગળ વધશે અને નાગરિકો કોવિડ - 19 ના નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવી રાખશે તો કોરોનાની ત્રીજી લહેર પણ આગમી દિવસોમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચી જવાની પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...