ગાંધીનગર મનપા ચૂંટણીમાં બબાલ:મતદાન દરમિયાન ક્યાંક કાર્યકર્તાઓને ડિટેન કરાયા તો ક્યાંક ખુરશીઓ ઉછળી, ભાજપના કાર્યકરો ખેસ પહેરીને ફરતા હોબાળો

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેક્ટર-24માં ભાજપના કાર્યકરો ખેસ પહેરીને ફરતા જણાતા કોંગ્રેસે વિરોધ કરતા હોબાળો મચ્યો

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જંગના મહા સંગ્રામમાં 11 વોર્ડની 44 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. વહેલી સવારથી શરૂ થયેલુ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થઇ રહ્યું હતુ. જોકે, જેમ જેમ દિવસ ચડતો જાય છે તેમ તેમ ક્યાંક હોબાળા થવાની ઘટનાઓ સામે આવવા લાગી છે. સેકટર-15 વોર્ડ નં-6માં આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકરો ટોપી પહેરીને ફરતાં હોવાથી ડિટેન કરનામાં આવ્યા છે. ટોપી પહેરેલા આપના કાર્યકરોના આઈ કાર્ડ માંગવામાં આવ્યા હતાં. જ્યારે વોર્ડ 5 હેઠળ આવતા સેક્ટર 22નાં 100થી વધુ મતદારોના નામ યાદીમાંથી ગુમ થવાની બાબતે હોબાળો થયો હતો. જ્યારે કુડાસણમાં ભાજપ-આપ વચ્ચે માથાકૂટ થતા ખુરશી ઉછળી હતી.

કોર્પોરેશનની ચૂંટણી જંગના મહા સંગ્રામમાં આજે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થઇ રહ્યું છે. તો ક્યાંક એક બીજા પક્ષ પર આક્ષેપ પણ કરવામાં આવી રહ્યાં છે. સેક્ટર-24માં ભાજપના કાર્યકરો ખેસ પહેરીને ફરતા જણાતા કોંગ્રેસે વિરોધ કરતા હોબાળો મચ્યો હતો. ત્યારબાદ કાર્યકરોએ ખેસ ઉતાર્યા હતા. જ્યારે સેકટર-15 વોર્ડ નં-6માં આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકરો ટોપી પહેરીને ફરતાં હોવાથી ડિટેન કરનામાં આવ્યા છે. જ્યારે વોર્ડ 10 હેઠળ આવતા સેક્ટર 6માં કાળી કારમાં આવેલા ઈસમો દ્વારા આપનાં કાર્યકરોને માર મરાયો તથા બૂથ તોડીને હુમલાખોરો જતા રહ્યાનો આપનો દાવો આમ આદમી પાર્ટીએ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યારે વોર્ડ નં.11 ના ભાટ ગામમાં બીજેપીએ બોગસ વોટિંગ કરાવતા આમ આદમી પાર્ટીએ અને તેમની લીગલ ટીમે વાંધો લેતા ગાંધીનગર એસ પી.મયુર ચાવડા સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આ ઉપરાંત સેક્ટર-12માં બોગસ વોટિંગ બાબતે માથકુટ થતાં પેપર વોટિંગ કરાયું હતુ. જ્યારે સેકટર-22માં પૂર્વ મેયર રીટાબેન પટેલના પતિ કેતન કુમાર મતદાન કેંદ્રની અંદર જઈ ભાજપ તરફી પ્રચાર કરતા હોવાથી કોંગ્રેસના ઉમેદવાર મિતુલભાઇ સામસામે આવી ગયા હતા. તો કોલવડામાં સરકારી પ્રાથમિક કન્યાશાળા તોડી પાડવામાં આવી હોવાથી મોટા પ્રમાણમાં મતદારોને એક કિલોમીટર દૂર રેલ્વે સ્ટેશન નજીક મતદાન કરવા માટે જવાની ફરજ પડી હતું. જે અંગે કલેક્ટરો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, જૂની કન્યાશાળાનું મકાન જર્જરિત થયેલ હોવાથી 1 વર્ષ પહેલા નવું બિલ્ડીંગ બનાવ્યું છે જે મૂળ સ્થાનથી 600 મિટર દૂર છે.

​​​​​​ગાંધીનગર મનપા વિસ્તારમાં 11 વોર્ડમાં 44 બેઠકો માટે 2.82 લાખ મતદારો હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. મનપા ચૂંટણી માટે 284 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. જે પૈકી 144 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો ઉપર સ્થાનિક પોલીસની સાથે એસઆરપી જવાનોને પણ ફરજ સોપવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કર
આમ આદમી પાર્ટીના પ્રદેશ લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કર

આપના કાર્યકરોને પોલીસે ડિટેન કરતાં આપની ટીમ કલેક્ટરને મળવા ગઇ હતી. આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કરે જણાવ્યું હતુ કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ હેરનગતી કરે છે, જે અંગે અમે કલેક્ટર કુલદીપ કારીયા સાહેબને રજૂઆત કરી છે. કલેક્ટરે જણાવ્યુ છે કે, પોલીસને બુથથી 200 મીટર દુર કોઇને રોકવાનો અધિકાર નથી. કોઇ પણ કાર્યકર્તાઓએ ડરવાની જરૂર નથી કંઇપણ તમને હેરાનગતી થતી જણાય તો લીગલ ટીમ હાજર છે તેમને જાણ કરવી.

આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત, ભાજપ-કોગ્રેસના આક્ષેપ બાદ વોર્ડ 5 હેઠળ આવતા સેક્ટર 22નાં 100થી વધુ મતદારોના નામ યાદીમાંથી ગુમ થવાની બાબતે પણ હોબાળો થયાના અહેવાલ સામે આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...