મતદાન જાગૃતિ:ગાંધીનગર જિલ્લામાં ’હું વોટ કરીશ’ના 4લાખથી વધુ સંકલ્પ પત્રોનું વિતરણ કરાયું, 15મી નવેમ્બર સુધી અભિયાન કાર્યરત રહેશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિભાગમાં મતદાન અંગેની જાગૃત્તિ ફેલાય અને વધુમાં વધુ મતદાતાઓ મતદાન કરે તેવા ઉમદા આશયથી ‘અવસર લોકશાહીનો’ અભિયાન અંતર્ગત ‘હું વોટ કરીશ’ તેવા સંકલ્પપત્રો ભરાવવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેમના વાલીઓને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ સંકલ્પપત્રનું વિતરણ કરવામાં આવ્યું છે. વાલીઓ આ સંકલ્પ પત્રો દ્વારા અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લઈ રહ્યા છે. આગામી તા. 15 તારીખ સુધી આ અભિયાન કાર્યરત રહેશે.

વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા આપણા ભારત દેશમાં ચૂંટણી પ્રક્રિયા એ પણ એક અવસરની સમાન જ છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના આધારસ્તંભ એવા મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના અવસર સમી ચૂંટણીમાં સૌ કોઇ જોડાય તે માટે ‘હું વોટ કરીશ’ એવા સૂત્ર સાથે સંકલ્પપત્ર મતદાર પાસે ભરાવવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર જિલ્લામાં ‘હું વોટ કરીશ’ના સંકલ્પપત્રો થકી મતદાન જાગૃત્તિ લાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ સ્વીપની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં બાળકોને ‘હું વોટ કરીશ’ સંકલ્પપત્રો આપવામાં આવી રહ્યા છે. આવતીકાલનો ભાવિ મતદાર પણ આ સંકલ્પપત્ર થકી જાગૃત્ત બની રહ્યો છે તેમજ તેમના વાલીઓને તેમની મતદાન કરવાની નૈતિક ફરજ ન ચૂકાય તેનાથી જાગૃત્ત કરવામાં યોગદાન આપી રહ્યો છે.

બાળકો દ્વારા અપાયેલ ‘હું વોટ કરીશ’ના સંકલ્પપત્રોનું વાંચન કરીને મતદાન કરવાનો દૃઢ સંકલ્પ વાલીઓ લઇ રહ્યા છે. આગામી તા. 5મી ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાનમાં ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિભાગમાં ગામેગામ રહેતા મતદાતાઓ ઉત્સાહભેર જોડાય રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...