કોંગ્રેસની માગ:રાજ્યમાં કોરોનાથી 3 લાખથી વધુ મોત થયાં, સમયસર સહાય આપો

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CM જનતાની વ્યથા ક્યારે સાંભળશે? - કોંગ્રેસ
  • દવા-ઇન્જેકશનમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયોઃ દોશી

સુપ્રિમ કોર્ટે મુખ્યમંત્રીને કંઇ જ ખબર નથી? તેમ કહી ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. ત્યારે તંત્ર કયારે જાગશે તેવો પ્રશ્ન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ ઉપસ્થિત કરતાં કહ્યું કે,ગુજરાતમાં કોવિડને કારણે સત્તાવાર 10,090નો મૃત્યુ આંક છે, પણ 3 લાખ કરતા વધુ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે ત્યારે તાત્કાલિક સહાય ચુકવવી જોઇએ.

કોંગ્રેસના પ્રદેશ પ્રવકતાએ એવો આક્ષેપ કર્યો હતો કે, સ્નેહમિલન અને યાત્રામાં સતત વ્યસ્ત મુખ્યમંત્રી જનતાની વ્યથા,તકલીફો કયારે સાંભળશે? કોવિડ-19ની સારવારમાં વપરાતા માસ્ક, સેનેટાઈઝર, દવા-ઇન્જેક્શન અને વેન્ટિલેટર વગેરે સાધન સામગ્રીની ખરીદીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...