યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંફસાયેલ વિદ્યાર્થીઓ:યુક્રેનથી વધુ 229 વિદ્યાર્થી પરત લવાયા, 949 હજુ પણ ફસાયેલા

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના 208 વિદ્યાર્થી યુક્રેનની નજીકના દેશો સુધી પહોંચ્યા
  • બુધવારે​​​​​​​ 106 વિદ્યાર્થી દિલ્હી પહોંચી ગુજરાત આવવા રવાના

યુદ્ધની સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ તબક્કાવાર પરત આવી રહ્યા છે, પરંતુ હજુ પણ 949 વિદ્યાર્થીઓ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે. યુક્રેનના વિવિધ વિસ્તારોમાંથી ભારતીય નાગરિકોને તાત્કાલિક નીકળી જવાની સૂચના આપવામાં આવી છે, પરંતુ ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓ હજુ જે તે વિસ્તારમાં ફસાયેલા છે.

યુક્રેનમાં ગુજરાતના 1386 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી એકત્ર કરીને ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રના વિદેશ મંત્રાલયને મોકલવામાં આવી હતી. આ પૈકી અગાઉ 123 વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવી ગયા હતા, જ્યારે બુધવારે વધુ 106 ગુજરાતી મિશન ગંગા હેઠળ દિલ્હી એરપોર્ટ પહોંચી ચૂક્યા હતા, જેઓને રાજ્ય સરકાર દ્વારા કરાયેલી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા મારફતે દિલ્હીથી ગુજરાત પરત લાવવામાં આવી રહ્યા છે.

બીજી તરફ યુક્રેનથી 208 વિદ્યાર્થીઓ યુક્રેનની આસપાસના દેશોમાં સુરક્ષિત રીતે પહોંચી ગયા છે, જેમને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરાઈ રહ્યો છે, પરંતુ હજુ 949 વિદ્યાર્થી યુક્રેનમાં જ ફસાયેલા છે. યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓના પરિવારજનોની મુલાકાત જે તે જિલ્લાના વર્ગ-1ના અધિકારીઓ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 423 પરિવારની મુલાકાત લઈને સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...