કોરોના:કોરોનાથી વધુ 21 લોકો સંક્રમિત 14 દર્દી સારવાર બાદ સાજા થયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં

જિલ્લામાં કોરોનાથી વધુ 21 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી બે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે 19 દર્દીઓને હોમ આઇસોલેશન સારવાર આપવામાં આવી રહી છે. કોરોનાની સારવારથી વધુ 14 દર્દીઓ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની પીકઅપ ચાલુ જુલાઇ માસમાં પકડી છે. આથી કોરોનાના કેસ માત્ર દસ દિવસમાં 360એ પહોંચ્યા છે. ત્યારે કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન જરૂરી બની રહ્યું હોય તેમ નોંધાતા કેસ પરથી લાગી રહ્યું છે. રવિવારે જિલ્લામાંથી કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે.

તેમાં પાટનગરમાંથી 17 અને જિલ્લાના ચાર તાલુકામાંથી ચાર કેસ નોંધાયા છે. જોકે કોરોનાના નોંધાયેલા કેસોની સામે 14 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. મનપાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ પેથાપુરમાંથી 45 વર્ષીય અને 36 વર્ષીય બે યુવાનો, રાયસણમાંથી 47 વર્ષીય, 23 વર્ષીય બે યુવાનો, 50 વર્ષીય મહિલા, કુડાસણમાંથી 22 વર્ષીય અને 23 વર્ષીય યુવતીઓ, બોરીજનો 22 વર્ષીય યુવાન, રાંધેજાની 20 વર્ષીય યુવતી, સેક્ટર-7નો 41 વર્ષીય યુવાન, સેક્ટર-4માંથી 44 વર્ષીય, 27 વર્ષીય અને 25 વર્ષીય યુવાનો, 60 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-3ના 61 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-2ના 62 વર્ષીય વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા છે. જિલ્લાના ચારેય તાલુકામાંથી ગાંધીનગર તાલુકાના અડાલજમાંથી 26 વર્ષીય યુવતી, 46 વર્ષીય મહિલા, 27 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. કલોલના સાંતેજનો 32 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...