તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંધારપટ:તાઉતે વાવાઝોડાથી 200થી વધુ ગામોમાં હજુય અંધારપટ

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલિક વીજપુરવઠો શરૂ થાય તેવી કિસાન સંધની માગ
  • ખેડૂતોને વીજ કંપનીના ખભેખભા મીલાવી વીજ પુરવઠો તત્કાલ પુન:સ્થાપન માટે ઝુંબેશ ચલાવવા અપીલ કરાઈ

તાઉત વાવાઝોડાની ઝપટમાં આવેલા રાજ્યભરના 200થી વધુ ગામોમાં હજુય અંધારપટમાં છે. ત્યારે કિસાનોએ વીજકંપનીની ટીમોની સાથે સહયોગ કરીને વિજળી તત્કાલ પુન:સ્થાપન થાય તેની ઝુંબેશ ચલાવવાની કિસાન સંઘે ખેડૂતોને અપીલ કરી છે.

રાજ્યમાં વિનાશ વેરનાર તાઉતે વાવાઝોડું આવ્યાને એક મહિના જેટલો સમય થવા આવ્યો છતાં હજુ રાજ્યના અનેક જિલ્લાઓમાં અંધારપટ દુર થયો નથી. જેને પરિણામે આ ગામોના લોકોને અનેક હાલાકીઓ પડી રહી છે. તાઉતે વાવાઝોડા બાદ રાજ્યના 200થી વધારે ગામોમાં હજુય વિજળી સપ્લાય પૂર્વવત કરવામાં આવ્યો નહી હોવાથી અંધારપટે સ્થાન જમાવ્યું છે. વાવાઝોડામાં રાજ્યભરમાં અંદાજે 1000 જેટલા ખેતીના ફિડરોમાં વીજળી બિલકુલ નહી હોવાથી હાલમાં ઘાસચારા, પશુઓને પાણી, સામે નવી ખેતીની સીઝન માટે ખેડુતોની સ્થિતિ દયનીય બની રહી છે.

આથી રાજ્યના જે ગામોમાં આવી સ્થિતિ ઉભી થઇ હોય તેવા વિસ્તારોમાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી વીજપુરવઠો શરૂ થાય તેના માટે અસરકારક કામગીરી કરવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી બાબુભાઇ પટેલે માંગણી કરી છે.

વીજ કંપની દ્વારા ગામોમાં વિજ સપ્લાય પૂર્વવત કરવાની કામગીરી કરી રહી છે. ત્યારે કિસાનોએ વીજ કંપનીની ટીમોને સહયોગ આપીને વીજ થાંભલા લઇ જવા, જુના થાંભલાઓ ખસેડવા, ઝાડી-ઝાંખરા પડેલા નડતર વૃક્ષોનું સફાઇ સહિતના કામોમાં કિસાનો અને ભારતીય કિસાન સંઘના કાર્યકરોએ સહયોગ આપવા પણ ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખે રાજ્યભરના કિસાનોને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...