તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ટ્રાફિક નિયમના ભંગ બદલ 2 વર્ષમાં 1.87 લાખથી વધુ ઈ-મેમો ઈશ્યૂ થયા

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દિયોદરના ધારાસભ્યે પૂછેલા સવાલનો સીએમએ જવાબ આપ્યો
 • 2 વર્ષમાં 1.67 કરોડનો દંડ જમા થયો, 5.83 કરોડથી વધુ રકમનો દંડ વસૂલવાનો બાકી

ગાંધીનગર જિલ્લામાં વર્ષ-2019 અને 2020માં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1,87,860 ઈ-મેમો ઈશ્યૂ કરવામાં આવ્યા છે. 2 વર્ષની પ્રમાણે દરરોજની એવરેજ જોઈએ તો રોજના 257 જેટલા ઈ-મેમો ઈશ્યૂ થયા હતા.

2 વર્ષમાં જે ઈ-મેમો ઈશ્યૂ થયા છે તેમાં વર્ષ 2019માં 1,30,683 ઈ-મેમો અપાય છે, એટલે કે રોજના 358 મેમોની એવરેજ રહી હતી. તો 2020માં 57,177 ઈ મેમો ઈસ્યૂ થયા હતા એટલે રોજના 156ની એવરેજ સાથે લોકોને ટ્રાફિક નિયમોના ભંગ બદલ મેમો અપાયા હતા. બે વર્ષમાં અપાયેલા ઈ-મેમો સામે 1,67,96,800 રૂપિયાનો દંડ જમા થયો હતો. જેમાં વર્ષ 2019માં 1,04,50,300 રૂપિયા જ્યારે 2020માં 63,46,500 રૂપિયાનો દંડ જમા થયો હતો. જેની સામે હજુ સુધી બે વર્ષમાં અપાયેલા મેમોમાં હજુ સુધી 5,83,67,700નો દંડ વસુલવાનો બાકી છે. જેમાં વર્ષ 2019માં અપાયેલા મેમોમાં 3,07,63,700 જ્યારે વર્ષ 2020માં 2,76,04,000ની રકમ વસૂલવાની બાકી છે.

આ વિગત ગુજરાત વિધાનસભામાં દિયોદરના ધારાસભ્ય શીવાભાઈ ભુરીયાએ પૂછેલા લેખિત સવાલનો મુખ્યમંત્રીએ આપેલા જવાબમાંથી સામે આવી હતી. આ આંકડા 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષના છે. પોલીસ દ્વારા દંડ વસૂલવા માટે ઓનલાઈન પોર્ટલની સુવિધા તથા ઓનલાઈન રકમ ભરવાની સુવિધા વિશે પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. આ સાથે દંડ ભરવાનો બાકી હોય તેવા વાહનો શોધવા માટે ટ્રાફિકની ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો