તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના વધતા જતા કેસની સાથે સાથે વેક્સિનેશનની કામગીરી પણ સઘન કરવામાં આવી છે. આથી જિલ્લામાં ગ્રામ્ય અને મનપા વિસ્તારમાં વેક્સિનેશન માટેના 63 જેટલા કેન્દ્રો ઉભા કર્યા છે. તેમાં અત્યાર સુધીમાં 45 વર્ષથી વધુ વયના કુલ 170444 લોકોને કોરોનાની રસી આપી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ વકરી રહેલા કોરોનાના કેસને નિયંત્રિત કરવા માટે વેક્સિનેશન કામગીરી સઘન અને ઝડપી કરવામાં આવી રહી છે.
આરોગ્ય તંત્ર દ્વારા મનપા અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વેક્સિન માટે ઠેર ઠેર રસીકરણ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. તબક્કાવાર યોજાયેલા વેક્સિનેશન કાર્યક્રમમાં હેલ્થ સ્ટાફ અને પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ અને 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સિન આપવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. રસીકરણ અભિયાન વધુ વેગવંતુ બનાવવા અને નજીકના સ્થળે લોકોને ઘર આંગણે જ રસીનો લાભ મળી રહે તેવું આયોજન કરાયુ છે. તેમાં જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રો સિવાય વિવિધ જગ્યાએ રસીકરણ કેમ્પો યોજવામાં આવ્યા છે.
જેમાં જેતે વિસ્તારના સોસાયટી એરિયા, જિલ્લા બોર્ડ નિગમની કચેરી, એસ ટી ડેપો, જીઆઇડીસી ઓદ્યોગિક વિસ્તાર વસાહત વિસ્તારોમાં પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આથી જિલ્લામાં અત્યાર સુધી મનપા વિસ્તારમાં 45000 અને ગ્રામ્ય વિસ્તારમાં 125444 સહિત કુલ 170444 લોકોને કોરોનાની વેક્સિન આપી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનુભાઇ સોલંકી અને મનપાના આરોગ્ય અધિકારી ડો.કલ્પેશભાઇ ગોસ્વામીએ જણાવ્યું છે.કોરોનાની વેક્સિનનો લોકો વધુને વધુ લાભ લે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગે વેક્સિનની કામગીરી રાત્રીના 8 કલાક સુધી ચાલુ રાખવાનો આદેશ કર્યો છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.