• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • More Than 1500 Workers Of Cleaning, Fire, Horticulture And Class 4 Were Greeted, Sweets Were Given To The Workers Of Corona Warriors On The Occasion Of Diwali.

વિતરણ:સફાઈ, ફાયર, બાગાયત અને વર્ગ-4ના 1500થી વધુ કર્મીઓનું અભિવાદન, કોરોના વોરિયર્સ બનેલા કર્મીઓને દિવાળી નિમિત્તે મીઠાઈ અપાઈ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનપા વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓને મેયરે દિવાળીની ભેટ તરીકે શુદ્ધ ઘીની મિઠાઇ આપી હતી. - Divya Bhaskar
મનપા વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓને મેયરે દિવાળીની ભેટ તરીકે શુદ્ધ ઘીની મિઠાઇ આપી હતી.
  • તમામ કર્મીઓને મેયરના હસ્તે મિઠાઈનું વિતરણ કરાયું

ગાંધીનગર મહાનગર નગરપાલિકા વિસ્તારમાં ફરજ બજાવતા સફાઇ કામદારો, ફાયરબ્રિગેડના કર્મચારીઓ, બાગાયત કર્મચારીઓ અને તંત્રમાં સેવા આપતા વર્ગ-4ના તમામ કર્મચારીઓને મેયર રીટાબહેન પટેલ દ્વારા દિવાળીની ભેટ તરીકે શુદ્ધ ઘીની મિઠાઇનું વિતરણ કરવામાં આવ્યુ હતું.શહેરના 1500થી વધુ નાના કર્મયોગીઓનું અભિવાદન કરવાની સાથે મેયરે કોરોનાકાળમાં અવિરત ફરજ બજાવવા બદલ તેમની સેવાને બિરદાવી હતી.

કર્મચારીઓને સંબોધતા મેયરે જણાવ્યુ હતું કે,‘આ કર્મયોગીઓએ જાનના જોખમની પરવા કર્યા વગર સર્વશ્રેષ્ઠ કામગીરી કરીને કોરોનાને રોકવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે.’ મેયરે નવું વર્ષ સુખમય અને આરોગ્યમય નિવડે તેવી દિવાળીપર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મિઠાઇ વિતરણમાં તેમની સાથે મહાનગર ભાજપના નવા વરાયેલા પ્રમુખ રૂચિર ભટ્ટ તથા મહાનગર ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...