ભ્રમજીવી સરકાર:સપ્ટેમ્બર કરતાં વધુ ખતરનાક લહેર, છતાં CM કહે છે કોરોના ફેલાવામાં ચૂંટણીનો વાંક નથી!

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાં પરિવારજનો મૃતદેહ સ્મશાનમાં લઈ ગયા પરંતુ ત્યાં પત્નીની અણધારી વિદાયથી ભાંગી પડેલા પતિ મહેશ પટેલ ચિતા સુધી જઈ ન શકતાં મૃતકની બે દીકરીએ માતાના મૃતદેહને અગ્નિદાહ આપ્યો હતો. - Divya Bhaskar
ભરૂચમાં પરિવારજનો મૃતદેહ સ્મશાનમાં લઈ ગયા પરંતુ ત્યાં પત્નીની અણધારી વિદાયથી ભાંગી પડેલા પતિ મહેશ પટેલ ચિતા સુધી જઈ ન શકતાં મૃતકની બે દીકરીએ માતાના મૃતદેહને અગ્નિદાહ આપ્યો હતો.
  • રાજ્યમાં 10 દિવસમાં 10 હજાર કેસ, 5 હજાર અમદાવાદ-સુરતમાં જ
  • ગુજરાતમાં 1565 કેસ, 6 મોત, અમદાવાદમાં 400 કેસ
  • વડોદરામાં ભાજપના ઢગલાબંધ નેતા પોઝિટિવ, પૂર્વ મહિલા કોર્પોરેટરનું મોત
  • ભરૂચમાં 36 વર્ષની મહિલાનું મોત થતાં બે દીકરીએ અગ્નિદાહ આપ્યો

ગુજરાતમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1565 કેસ નોંધાયા. રાજ્યમાં એક દિવસમાં કોરોનાના સૌથી વધુ 1607 દર્દી 27 નવેમ્બર, 2020ના રોજ નોંધાયા હતા. આમ, રાજ્યમાં ફરી એકવાર કોરોનાના દર્દીઓમાં જોરદાર ઊછાળો નોંધાઈ રહ્યો છે. રાજ્યના ચાર કોર્પોરેશનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોના દર્દીઓનો આંકડો પહેલીવાર 401 પર પહોંચીને 400ને પાર થયો, જ્યારે સુરતમાં 381, વડોદરામાં 132 અને રાજકોટમાં 121 નવા દર્દી નોંધાયા. આ સાથે રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાથી છ લોકોના મૃત્યુ થયા. અગાઉ 30 ડિસેમ્બર, 2020ના રોજ એક દિવસમાં કોરોનાથી સાતના મૃત્યુ થયા હતા. રાજ્યમાં દસ જ દિવસમાં કોરોનાના 10 હજાર કેસ નોંધાયા છે, જેમાંથી પાંચ હજાર કેસ એકલા અમદાવાદ અને સુરતમાં જ છે.

બજેટ પસાર કરવાની સ્થિતિમાં વિધાનસભા ચાલુ રહેશે
આ દરમિયાન કોરોનાના કેસ વધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લૉકડાઉનની અફવાથી ગભરાયેલા લોકોને હૈયાધારણ આપતા કહ્યું કે, સંક્રમણ વધતા સરકારે કડક પગલાં ભર્યા છે, પરંતુ હવે લૉકડાઉન નહીં આવે. દિવસે પણ કરફ્યૂ લાદ્યો નથી. સંક્રમણ વધ્યું છે તે માટે ચૂંટણી જવાબદાર નથી. જો એવું હોય, તો મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં ક્યાં ચૂંટણી હતી? આમ છતાં, ત્યાં પણ કેસ વધ્યા છે. સરકારે અને ભાજપે પણ કાર્યક્રમો રદ કર્યા છે, પરંતુ બજેટ પસાર કરવું પડે તેમ હોવાથી વિધાનસભા ચાલુ રહેશે.

રવિવારે પણ રાજ્યમાં વેક્સિનેશન ચાલુ
સરકારે સંપૂર્ણ તૈયારી કરી છે, પેનિક કરવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવું જરૂરી છે. નાગરિકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ભીડ ના કરે તેમજ ઝડપથી વેક્સિન લઈ લે. આપણી પાસે આ જ ઉપાય છે. બીજી તરફ, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ગૃહમાં જાહેરાત કરી હતી કે, સંક્રમણ વધતા વેક્સિનેશન રવિવારે પણ ચાલુ રહેશે. હાલ રાજ્યમાં 2500થી વધુ કેન્દ્ર પર વેક્સિનેશન ચાલુ છે અને રોજ દોઢથી બે લાખ લોકોને વેક્સિન અપાય છે.

વડોદરામાં નેતાઓમાં કોરોના ફેલાયો
બીજી તરફ, વિધાનસભાનું બજેટ સત્ર ચાલે છે ત્યારે જ કોરોના સંક્રમણ વધ્યું છે. વડોદરામાં ભાજપના સંખ્યાબંધ નેતાઓ સંક્રમિત થયા છે, જ્યારે એક કાઉન્સિલરનું મૃત્યુ થયું છે. ભાજપના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને વિધાનસભા કાર્યાલયના બે કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. આમ, છેલ્લા 10 જ દિવસમાં જ 18 જેટલા લોકો સંક્રમિત થયા છે, જેમાં બે ધારાસભ્ય, એક મંત્રી, મંત્રી સ્ટાફના આઠ કર્મચારી, પાંચ ડેપ્યુટી સેક્રેટરી કક્ષાના અધિકારી અને વિધાનસભા કાર્યાલયના બે કર્મચારીનો સમાવેશ થાય છે. વિધાનસભા સત્ર પહેલી એપ્રિલ સુધી ચાલશે.

અમદાવાદ-સુરતમાં 10 દિવસમાં કેસ 3 ગણા વધ્યાં

તારીખકુલ કેસઅમદાવાદસુરતવડોદરારાજકોટ
11/037101491718461
12/037151411839158
13/37751851886460
14/38101632179561
15/38902052407679
16/39542412639288
17/311222643159788
18/3127629832411198
19/31415335349127115
20/31565401381132121
કુલ1023223822631969829

ગુજરાતના કુલ કેસમાં 66% ચાર શહેરોમાં
અમદાવાદ 401 કેસ
કેસ -
10 દિવસમાં 169% કેસ વધ્યા. 11 માર્ચે 149 કેસ અાવ્યા હતા, 20 માર્ચે 401 થઈ ગયા. 10 દિવસમાં કુલ 2382 કેસ આવ્યા અને 1814 સાજા થયા.
વેક્સિન - 2.83 લાખ લોકોએ રસી લીધી. 2.15 લાખे પહેલો, 68 હજારે બીજો ડૉઝ લીધો.

સુરત 381 કેસ
કેસ -
10 દિવસમાં 122% કેસ વધ્યા. 11 માર્ચે 171 કેસ અાવ્યા હતા, 20 માર્ચે 381 થઈ ગયા. 10 દિવસમાં કુલ 2631 કેસ આવ્યા અને 1768 સાજા થયા.
વેક્સિન - 2.08 લાખ લોકોએ રસી લીધી. 1.69 લાખे પહેલો, 38 હજારે બીજો ડૉઝ લીધો.

વડોદરા 132 કેસ
કેસ -
10 દિવસમાં 57% કેસ વધ્યા. 11 માર્ચે 84 કેસ અાવ્યા હતા, 20 માર્ચે 132 થઈ ગયા. 10 દિવસમાં કુલ 969 કેસ આવ્યા અને 728 સાજા થયા.
વેક્સિન - 1.17 લાખ લોકોએ રસી લીધી. 95 હજારે પહેલો, 22 હજારે બીજો ડૉઝ લીધો.

રાજકોટ 121 કેસ
કેસ -
10 દિવસમાં 98% કેસ વધ્યા. 11 માર્ચે 61 કેસ આવ્યા હતા, 20 માર્ચે 121 થઈ ગયા. 10 દિવસમાં કુલ 829 કેસ આવ્યા અને 653 સાજા થયા.
વેક્સિન - 76 હજાર લોકોએ રસી લીધી. 60 હજારે પહેલો, 15 હજારે બીજો ડૉઝ લીધો.