તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિત્રો! સાચવજો:સોમવારથી રાજ્યમાં વધુ છૂટછાટ, સરકારી-ખાનગી ઓફિસ 100% હાજરી સાથે ખૂલશે; કચેરી, નીચલી અદાલતો પણ શરૂ થશે

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોમવારથી બધું પૂર્વવત થઈ રહ્યું છે ત્યારે આવાં દૃશ્યો ટાળજો. - Divya Bhaskar
સોમવારથી બધું પૂર્વવત થઈ રહ્યું છે ત્યારે આવાં દૃશ્યો ટાળજો.
  • એસઓપીનું અનિવાર્યપણે પાલન કરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ તત્કાળ પગલાં લેવાશે

ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટતાં રાજ્ય સરકારે આગામી સોમવાર, એટલે કે 7મી જૂનથી તમામ સરકારી-ખાનગી કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. 5મી જૂને શનિવારે પણ તમામ સરકારી કચેરીમાં કામગીરી ચાલુ રખાશે. એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ચિંતાજનક હદે ફેલાતાં કચેરીઓના કર્મચારીઓ સંક્રમિત ન બને એ માટે સરકારે તમામ સરકારી-ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચાલુ રાખવાનો અને સરકારી કચેરીઓ શનિ-રવિ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.

કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવું જરૂરી
છેલ્લા દોઢ માસ કરતાં પણ વધુ સમયથી સરકારી-ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચાલતી હતી. હવે સોમવારથી તમામ કચેરી પૂર્ણ સ્ટાફથી કાર્યરત થઇ શકશે. જોકે કચેરીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું અનિવાર્ય રહેશે. આ તરફ ગુજરાત હાઇકોર્ટે રાજ્યભરની તમામ નીચલી કોર્ટોમાં 7 જૂનથી પ્રત્યક્ષ સુનાવણીનો આદેશ કર્યો છે. માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતી કોર્ટ વીડિયો-કોન્ફરન્સથી ચાલી શકશે.

શોપિંગ કોમ્પ્લેક્સ સહિતના એકમો 6 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ સવારના 9થી રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. જ્યારે ટેક અવે સુવિધા રાતના 9 વાગ્યા સુધી જ ચાલુ રહેશે.

વકીલોએ સરકારમાં આર્થિક સહાય માગી હતી
કોર્ટની કામગીરી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે નક્કી કરેલી એસઓપીનું પાલન કરવાનું રહેશે. દરેક કોર્ટના પરિસરમાં પ્રવેશ-બહાર નીકળવા માટે માત્ર એક દરવાજો શરૂ કરી શકાશે. દરેક કોર્ટ રૂમમાં સેનિટાઇઝર રાખવાનું, સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. કોરોના પછી 15થી 17 માસ પછી કોર્ટો શરૂ કરાઇ રહી છે. લોકડાઉન દરમિયાન જુનિયર વકીલોની પ્રેક્ટિસ પર માઠી અસર પડી હતી. વકીલોએ હાઇકોર્ટમાં અનેક વખત પ્રત્યક્ષ સુનાવણી ફરીથી શરૂ કરવા માગણી કરી હતી. હજારો વકીલોની પ્રેક્ટિસ બંધ થવાથી સરકારમાં આર્થિક સહાય માગી હતી.

પહેલી લહેર

કુલ કેસ2,44,258
કુલ સાજા2,30,077
કુલ મોત4302
એક્ટિવ કેસ9,879

(23 માર્ચથી 30 ડિસે. 2020 સુધી)

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

બીજી લહેર

કુલ કેસ5,09,052
કુલ સાજા4,93,803
કુલ મોત5396
એક્ટિવ કેસ22,110

(30 માર્ચથી 4 જૂન 2020 સુધી)

આ વખતે સાચવજો... સુરતમાં કાપોદ્રાને જોડતા તાપી બ્રિજ પર દરરોજ સવારે 7થી 9માં 1 લાખ જેટલાં વાહનો પસાર થાય છે. દર મિનિટે 900થી હજાર વાહનો પસાર થતાં જોવા મળે છે.
(ફોટોઃ મનોજ તેરૈયા)

અન્ય સમાચારો પણ છે...