તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિપત્રથી વિવાદ:સોમથી શુક્ર 8 કલાક અને શનિવારે 5 કલાકની સ્કૂલ પણ સમય નક્કી નહીં!

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • RTE એક્ટની જોગવાઈ પ્રમાણે શાળાનો સમય રાખવાના પરિપત્રથી વિવાદ
  • પરિપત્રમાં સ્પષ્ટતા ન હોવાથી સમય નક્કી કરવામાં શાળા સંચાલકો ગુંચવાયા

ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પ્રાથમિક શાળાઓના સમયને લઈને વિવાદ સર્જાયો છે. તેમાં આરટીઇ એક્ટ-2009ની જોગવાઈ મુજબ દરેક જિલ્લાવાર અલગ અલગ અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. એક્ટ મુજબ શાળાનો સમય સોમવારથી શુક્રવાર સુધી 8 કલાક અને શનિવારે 5 કલાક થતો હોવાથી શિક્ષકોમાં રોષ ફેલાયો છે. આથી શાળાના સમયના મામલે ઊભી થયેલી વિસંગતતાઓને તાકીદે દૂર કરવાની માંગણી સાથે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ગુજરાત અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે નિયામકને રજૂઆત કરી છે.

હાલમાં મંદ પડેલી કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યભરની અપર પ્રાયમરી ધોરણ-6થી 8 શરૂ કરવામાં આવી છે. ત્યારે શાળાઓનો સમય આરટીઇ એક્ટ-2009ની જોગવાઈ મુજબ રાખવાનો પ્રાથમિક શિક્ષણ નિયામકે આદેશ કર્યો છે. આથી આ આદેશને પગલે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ગુજરાતના અધ્યક્ષ અને મહામંત્રીએ પ્રાથમિક શિક્ષણ નિયામકને કરેલી રજૂઆત મુજબ આરટીઇના નિયમ મુજબ જિલ્લાવાર વિવિધ અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. આથી કોઈ જિલ્લામાં શાળાનો સમય સવારે 10થી સાંજે 6 તો અન્યમાં સવારે 9-30થી 5-30 કલાક, આમ 8 કલાકના સમયનો હુકમ કરવામાં આવ્યો છે.

જોકે દેશના એક પણ રાજ્યમાં શાળાનો સમય 8 કલાકનો નથી તો વર્ષોથી શાળાઓનો સમય સવારે 10-30થી 5 કલાકનો છે. જેનાથી શાળાઓની એકસૂત્રતા જળવાઈ રહેતી હોવાથી આ સમય રાખવાની માગણી કરી છે.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રીએ પ્રાથમિક શિક્ષણ નિયામકને કરેલી રજૂઆત મુજબ આરટીઇ એક્ટ મુજબ કેટલાક જિલ્લાઓમાં શાળાઓનો સમય સોમવારથી શુક્રવાર સુધી 8 કલાકનો અને શનિવારે 5 કલાકનો થાય છે. આથી સવારે અને સાંજે 1-1 કલાક શિક્ષકોએ શાળામાં રોકાઈને પૂર્વ આયોજન અને અન્ય શૈક્ષણિક કામગીરી કરવાની થાય છે.

આથી આવા નિયમથી અંતરિયાળ ગામોની શાળામાં જતી શિક્ષિકાઓને તકલીફ પડતી હોય છે. ઉપરાંત શિક્ષકો એકમ કસોટી ચકાસણી, આયોજન કે પછી સંદર્ભ સાહિત્યની શોધખોળ હોય સહિતની કામગીરી શાળા સમય બાદ પણ કરતા હોય છે.વધુમાં શિક્ષકો સવારે 10-30 કલાકે શાળામાંે દૈનિક નોંધ આચાર્ય સમક્ષ રજૂ કરવાની કામગીરી પણ આયોજનનો ભાગ છે. આથી સમયમાં ફેરફાર ન કરી સમય પહેલાંની જેમ સવારે 10-30થી 5 કલાકનો રાખવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...