ચૂંટણી:મોદી 24 કલાક કામ કરે છે રાહુલ દૂર ભાગે છેઃ પાત્રા

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજ્યની ચૂંટણીથી દૂર રાહુલ ગાંધી પર કટાક્ષ

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઘર હોવા છતાં તેઓ અહીંયા આવીને 24 કલાક કામ કરે છે જેની સામે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતથી દૂર ભાગે છે. તેનું સ્પષ્ટ કારણ એ છે કે તેઓ જાણી ચૂક્યા છે કે કોંગ્રેસ ફરીએકવાર ગુજરાતમાં હારવાની છે.

પાત્રાએ કહ્યું કે જ્યાં ચૂંટણી યોજાઇ રહી છે ત્યાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જવાની નથી કારણ કે તેઓ જાણે છે કે યાત્રા લઇ જવાનો કોઇ અર્થ નથી. ગુજરાતમાં દ્વિપક્ષીય ચૂંટણી લડાઇ રહી છે જે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગુજરાતમાં આવી રહ્યા છે જ્યારે રાહુલ ગાંધીએ માત્ર ત્રણ સભાઓ જ કરી છે. ગુજરાતમાં તૃષ્ટીકરણની રાજનીતિ સિવાય કોંગ્રેસ કશું કરી શકે તેમ નથી. ગુજરાતમાં કોંગ્રસના પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસના ઉમેદવારોના નિવેદનો જ આ બાબત સ્પષ્ટ કરે છે. દેશની વિરૂદ્ધ જે લોકો ઝેર ઓકે છે તેને કોંગ્રેસ યાત્રામાં જોડે છે. આ વખતે કોંગ્રેસને ડબલ ડિજિટમાં સીટ મળે તો પણ ઘણું છે.

કેજરીવાલ વિશે પાત્રાએ કહ્યું કે કેજરીવાલની હવા ગુજરાતની ધરતી પર નહીં માત્ર સોશિયલ મીડિયામાં ચાલે છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને ડિપોઝિટ પણ ગુમાવવાનો વારો આવવાનો છે.

અન્ય સમાચારો પણ છે...