મોદી શુક્રવારે ગુજરાતની મુલાકાતે:મોદી રાજ્યમાં 3 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં એસ્ટોલ પ્રોજેક્ટનું આજે ઉદઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવશે. સવારે નવસારીમાં 3 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. શુક્રવારે સવારે પીએમ મોદી નવસારી પહોંચી ખૂડવેલના આદિવાસી વિસ્તારોને પાણી પહોંચાડવાના એસ્ટોલ પ્રોજેક્ટ, 13 પાણી પુરવઠા યોજના, વીજ સબસ્ટેશન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નવી મેડિકલ કોલેજ સહિત 3 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલાં વિકાસ કામોનું લોકાર્પણ કરી, ગુજરાત ગૌરવ સંમેલનમાં વિશાળ જનમેદનીને સંબોધશે.

બપોરે અમદાવાદમાં ઇસરોના ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (ઇનસ્પેસ)ના હેડ ક્વાર્ટરનું ઉદઘાટન કરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે

અન્ય સમાચારો પણ છે...