વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ 8 માર્ચે ગિફ્ટ સિટી ખાતે સ્થપાનારી યુનિવર્સિટી અંગેના કરાર વખતે હાજર રહેશે. ઓસ્ટ્રેલિયાની ડેકિન યુનિવર્સિટી અહીં સેન્ટર સ્થાપશે. આ યુનિવર્સિટીમાં ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ, વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના અભ્યાસક્રમો ચલાવાશે. આ યુનિવર્સિટીને ગુજરાત કે ભારતની યુનિવર્સિટીને લાગુ પડતો કોઇ નિયમ નહીં લાગે, જો કે તે IFSCને આધીન નિયમોની હેઠળ રહેશે.
IFSC ઓથોરિટીએ આ યુનિવર્સિટીની સ્થાપના માટે જરૂરી મંજૂરી આપી દીધી છે. અહીં ભણનારા ભારતીય અને ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓને એક સમાન પદવી મળશે અને અહીંના સ્નાતકોને ગિફ્ટ સિટી IFSCમાં જ રોજગારની ભરપૂર તકો મળશે. 9 માર્ચે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનની સાથે મોદી મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ સાથે બેસીને જોશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.