શસ્ત્ર પૂજન:ગાંધીનગરમાં વિજ્યા દશમીનાં પર્વ નિમિત્તે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આધુનિક શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસ વડાના હસ્તે શસ્ત્રો, અશ્વો તેમજ વાહનોની પણ પૂજા કરાઈ
  • જિલ્લા પોલીસ મથકોમાં પણ થાણા અમલદારો દ્વારા વિધિ પૂર્વક શસ્ત્ર પૂજન કરાયું

આજે વિજ્યા દશમીનાં પર્વ નિમિત્તે ગાંધીનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વર્ષોની પરંપરા મુજબ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના હસ્તે આધુનિક શસ્ત્રો, અશ્વો તેમજ વાહનોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

વિજય દશમીના પર્વ પર શસ્ત્ર પૂજન કરવાનો ખાસ મહિમા રહેલો છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્રપૂજા કરવામાં આવી હતી. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વિધિ વિધાન સાથે શસ્ત્રો અને અશ્વો તેમજ વાહનોની પણ પૂજા કરી દશેરા પર્વની ઉજવણી કરાઈ હતી. આ સિવાય જિલ્લા પોલીસ મથકમાં પણ થાણા અમલદારો દ્વારા પણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

વિજયદશમીનો પર્વ એટલે માતાજીના નવલા નોરતાના અંતે દેવી શક્તિની પૂજા અર્ચનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. ત્યારે આજે શુક્રવારે હિન્દૂ ધર્મ સાથે જોડાયેલી અનેક પરંપરાઓ અને ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે દિવસ દરમિયાન માતાજીના હવન પૂજન સાથે રાજા રજવાડાઓ સમયથી ચાલી આવતી શસ્ત્રપૂજનની પરંપરા પ્રમાણે ગાંધીનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દશેરા પર્વ ઉજવવામાં આવ્યો હતો.

ગાંધીનગર જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે ઘણા વર્ષોથી શસ્ત્રપૂજાનની પરંપરા ચાલી આવે છે. ત્યારે વર્તમાન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને તેમના તમામ પોલીસ સ્ટાફ દ્વારા માતાજીની પૂજા, હવન મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આ વર્ષે પણ આજે દશેરાના દિવસે શસ્ત્રપૂજન કરાયું હતું. જિલ્લા પોલીસને મળેલા શસ્ત્રો પૈકી ઇન્સાસ રાયફલ, SLR રાયફલ, SIG રાયફલ, અમોઘ રાયફલ, X-કેલીબર રાયફલ, કાર્બાઇન મશીનગન, MP5 રાયફલ, ગ્લોક પીસ્ટલ, AK47, સહિતના શસ્ત્રોની પૂજા કરી માતાજીને પ્રાર્થના કરાઈ હતી. આમ શસ્ત્રપૂજન થકી સદેવ શસ્ત્રો દેશની અને જવાનોની સુરક્ષા કાજે મુસીબતો સામે લડવા ઉપયોગી બની અને શક્તિ પ્રદાન કરે તેવા આશિષ માંગવામાં આવ્યાં હતા.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા અશ્વો તેમજ વાહનોની પણ પૂજા કરવામાં આવી હતી. અશ્વદળ પોલીસની શાન વધારી રહ્યું છે ત્યારે દશેરા નિમિત્તે અશ્વોની પણ ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પૂજનવિધિ કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા પોલીસ મથકના થાણા અમલદારો દ્વારા પણ પોતાના હસ્તકના હથિયારોની વિધિ વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...