તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મોડાસાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજની ઈનોવા કારને ગાંધીનગરમાં અકસ્માત નડ્યો, ઇન્ફોસીટી પોલીસે અકસ્માત કરનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો

ગાંધીનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીનગરના ઘ-0 સર્કલ નજીક આજે સવારે સાત વાગ્યા આજુબાજુ અકસ્માત થયો

ગાંધીનગરના ઘ-0 સર્કલ નજીક આજે સવારના સમયે મોડાસાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજનીની સરકારી ઈનોવા ગાડીને અકસ્માત નડ્યો હતો. ગાંધીનગરના ઘ-2 તરફથી આવતા રોડ પર ફોર વહીલ કારના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઈનોવા ગાડીને ડ્રાઈવર સાઈડે આગળના ભાગે ધડાકાભેર ટક્કર મારી હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસા મુકામે વિજયભાઈ ચૌધરી છેલ્લા એક વર્ષથી મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજના સરકારી ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. આજે તેઓ સરકારી ઈનોવા ગાડી (નંબર GJ-31-G-8181)લઇને સવારે 7:30 ના સુમારે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એચ. સી.વોરાની સુચનાથી મોડાસાથી અમદાવાદ જવા માટે નીકળ્યા હતા.

ત્યારે તેઓ ઘ-0થી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગાંધીનગરના ઘ-2 તરફથી આવતા રોડ પર ફોર વહીલ કાર (નંબર GJ-01-KC-5528)ના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઈનોવા ગાડીને ડ્રાઈવર સાઈડે આગળના ભાગે ધડાકાભેર ટક્કર મારી હતી.

જેના કારણે સરકારી નવા ગાડીનો આગળના ભાગે બમ્પર તેમજ ખાલી સાઈડની હેડલાઈટ તૂટી ગઈ હતી. જેના પગલે વિજયભાઈએ ફરિયાદ આપતા ઇન્ફોસીટી પોલીસે અકસ્માત કરનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો