તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છૂટછાટ:ધારાસભ્યો ગ્રાન્ટમાંથી હોસ્પિટલો માટે મેડિકલ સાધનો ખરીદી શકશે, 25 લાખની મર્યાદા દૂર કરવાનો નિર્ણય

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આરોગ્ય સેવા માટે સહકારી સંસ્થા ફંડ વાપરી શકશે

કોરોનાની સ્થિતિને પગલે રાજ્ય સરકારે કેબિનિટ બેઠકમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી તેમના વિસ્તારની સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોમાં મેડિકલ સાધનો વસાવવાની મંજૂરી આપી છે. અગાઉ ધારાસભ્યોને 25 લાખની મર્યાદામાં મેડિકલ સાધનો માટે ગ્રાન્ટનો ઉપયોગ કરવાની છૂટ હતી, જેને હવે દૂર કરવાની સાથોસાથ આવા સાધનો માટેની ગ્રાન્ટ જીએમએસસીએલ હસ્તક મૂકી તેના મારફતે જ ખરીદી થાય તેવી વ્યવસ્થા હતી જે પણ દૂર કરાઇ છે, જેથી ધારાસભ્યો આરોગ્યલક્ષી સુવિધાના કામ સીધા સૂચવી શકશે.

સંસ્થાઓને પણ ધર્માદો ખર્ચાવાની પરવાનગી
ગૃહમંત્રી પ્રદીપસિંહે કહ્યું કે, મુખ્યમંત્રીએ મંત્રીઓને 3 દિવસ માટે તેમના પ્રભારી જિલ્લામાં રૂબરૂ જઇને કોરોના સંક્રમણને નિયંત્રિત કરવાની અને દર્દીઓની સારવારની કામગીરી અંગે વહીવટી તંત્ર સાથે માર્ગદર્શન કરવાની સૂચના આપી છે. બીજી તરફ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવા સરકારે સહકારી સંસ્થાઓને તેમના ધર્માદા ફંડમાંથી ખર્ચ કરવાની મંજૂરી આપી છે. આગામી 30 સપ્ટેમ્બર સુધી આ ફંડમાંથી આરોગ્યલક્ષી સેવાઓ માટે ખર્ચ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...