ગ્રાન્ટ:5 કરોડની ગ્રાન્ટ ફાળવી છતાં કામો ન થતા ધારાસભ્યનો કમિશનરને પત્ર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કામ જલદી શરૂ કરવા કોંગ્રેસ MLAની માગ

રાજ્ય સરકાર દ્વારા કોંગ્રેસના ચંૂટાયેલા નેતાઓના વિસ્તારમાં વિકાસના કામ ન થાય તેવી નીતિ અપનાવવામાં આવી રહીં હોવાનો આક્ષેપ કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દૂધેશ્વર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા માટ 5 કરોડની ગ્રાન્ટ ફાળવી છે,આમ છતા કાર્યો હજુ સુધી શરૂ કરવામાં આવ્યા નથી. આ બાબતે ધારાસભ્યએ અમદાવાદ મ્યુ. કમિશ્નરને પત્ર લખીને તાત્કાલિક દૂધેશ્વર વોર્ડમાં કામગીરી શરૂ કરવાની રજૂઆત કરી છે.

તેમણે તેમના પત્રમાં લખ્યું છે કે, મ્યુનિ. સંકલન સમિતિમાં મારી અવારનવાર રજૂઆતને પગલે મ્યુનિ. કમિશનર દ્વારા કન્સલન્ટન્ટની નિમણૂક કરી શાહપુર વોર્ડના દૂધેશ્વર વિસ્તાર માટે 5 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી હોવા છતાં કામ મંદ ગતિએ થઈ રહ્યા છે. આ સાથે વિસ્તારમાં પોલ્યુશનયુક્ત પાણી, ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા અને ખાડાટેકરાવાળા રસ્તાઓને પરિણામે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. લોકો પ્રદૂષિત પાણી પીવાને કારણે અવારનવાર પાણીજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...