ધારાસભ્યો ભાવુક બન્યા:14મી વિધાનસભાના છેલ્લા સત્રમાં ધારાસભ્યો ભાવુક બન્યા

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • હા, પસ્તાવો વિપુલ ઝરણું...

રાજ્યની 14મી વિધાનસભાના બીજા અને છેલ્લા દિવસે છેલ્લી ક્ષણોમાં બે મંત્રીઓ,પૂર્વ મંત્રી,ધારાસભ્યો,વિરોધ પક્ષના નેતા સહિતના નેતાઓ ભાવુક થયા હતા. અધ્યક્ષે સૌને મિચ્છામી દુક્કડમ કહ્યું, જયારે જીતુ વાઘાણીએ કહ્યું કઇ ભૂલ થઇ હોય તો માફ કરજો. ભાવુક થઈને માફી માગનારા ધારાસભ્યો કવિ કલાપીની રચના ‘હા! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે’ને જાણે ચરિતાર્થ કરે છે.

ગુજરાતના ધારાસભ્યોને પેન્શન નથી મળતું,છતા સોશીયલ મિડીયામાં ટ્રોલ થઇએ છીએ, અધ્યક્ષશ્રી તમે એવું ડીકલેર કરો કે, અમને પેન્શન મળતું નથી. મારા તરફથી વ્યકિતગત રીતે કઇ દુખ થયું હોય તો ક્ષમાપના માગું છું.- રાજેન્દ્ર ત્રિવેદી,કાયદા મંત્રી

રાજેન્દ્ર ત્રિવેદી,કાયદા મંત્રી
રાજેન્દ્ર ત્રિવેદી,કાયદા મંત્રી

કોરોનાની કપરી કામગીરીમાં સારું કામ કર્યું, સૌનો સહકાર મળ્યો

આપણે બધા વર્ષોથી ધારાસભ્યો છીએ, ક્યારેક સરકારમાં, તો ક્યારેક વિપક્ષમાં રહ્યાં છીએ, પણ જિંદગીમાં પડકાર 50 કે 100 વર્ષે આવે છે. આવો પડકાર કોરોના સમયે હતો. તે વખતે હું નાયબ મુખ્યમંત્રી સાથે આરોગ્ય મંત્રી હતો એટલે મારે સૌનો આભાર માનવો છે,ઓછામાં ઓછી જાનહાનિ થાય તેવું કાર્ય કર્યુ છે. - નીતિન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી

નીતિન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી
નીતિન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી

​​​​​​​શાસનમાં છીએ કંઇ ભૂલ થઇ ગઇ હોય તો માફ કરજો

​​​​​​​સરકારમાં છીએ કઇ ભૂલ થઇ ગઇ હોય તો માફ કરજો,મારીથી કે સરકારના મંત્રીઓથી કઇ ખામી રહીં ગઇ હોય તો ક્ષમા માગું છું. આપણા સંબંધો એવા હોવા જોઇએ કે બહાર મળીએ તો પણ મળવાનું મન થાય. મિચ્છામી દુક્કડમ્ - જીતુ વાઘાણી, શિક્ષણમંત્રી

જીતુ વાઘાણી, શિક્ષણમંત્રી
જીતુ વાઘાણી, શિક્ષણમંત્રી

મંત્રીઓએ મને-કમને અમારા કામ કર્યા છે, તે માટે ધન્યવાદ

મારીથી કાંઇ ભૂલ થઇ હોય તો ક્ષમા કરજો. હવે 2022ની વૈતરણી પાર કરવાની છે, એમાંથી કેટલા આવશે અને કેટલા જાય છે તે સમય બતાવશે. મંત્રીઓએ મને કમને અમારા કામ કર્યા છે તે બદલ તેમનો પણ આભાર માનું છું. - સુખરામ રાઠવા, વિપક્ષના નેતા

સુખરામ રાઠવા, વિપક્ષના નેતા
સુખરામ રાઠવા, વિપક્ષના નેતા

કોને ટિકિટ મળશે તે નક્કી નથી, સૌનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના

હવે કોઇને ટિકિટ મળશે કે નહીં તે હાઇકમાન્ડના હાથમાં છે એટલે સૌ સાથી ધારાસભ્યોનું સ્વાસ્થ્ય સાથે લાંબુ જીવન આપે અને જીવનના દરેક તબક્કે પ્રગતિ કરે તેવી અલ્લાહ,ઇશ્વરને પ્રાર્થના. - ગ્યાસુુદ્દિન શેખ, કોંગ્રેસ ધારાસભ્ય

ગ્યાસુુદ્દિન શેખ, કોંગ્રેસ ધારાસભ્ય
ગ્યાસુુદ્દિન શેખ, કોંગ્રેસ ધારાસભ્ય

સિનિયરોએ અમારું માર્ગદર્શન કર્યું તે બદલ તેમનો આભાર

મારા વાણી વર્તનથી કોઇ ભૂલચૂક થઇ હોય તો માફ કરજો. મારા સિનીયર ધારાસભ્યોએ માર્ગદર્શન આપ્યું તે બદલ આભાર. સરકાર અને મંત્રીઓએ અમારા કામ કર્યા તે બદલ આભાર. - ગેની ઠાકોર, કોંગ્રેસ ધારાસભ્ય

ગેની ઠાકોર, કોંગ્રેસ ધારાસભ્ય
ગેની ઠાકોર, કોંગ્રેસ ધારાસભ્ય

55 વર્ષની કારકિર્દીમાં મંત્રી તરીકે પ્રજાની સેવાની તક મળી

હું ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઉં છું, 55 વર્ષથી રાજકીય કામગીરીમાં કાર્યરત છું. મંત્રી તરીકે રહ્યો અને પ્રજાની સેવાની તક મળી. મને મારી કામગીરીમાં સહકાર આપવા બદલ મુખ્યમંત્રી, મંત્રીઓ અને વિપક્ષના ધારાસભ્યો સહિત તમામ 182 ધારાસભ્યોનો આભાર માનું છું. મારાથી કોઇને કઇ દુખ થયું હોય તો ક્ષમા માગું છું. - જીતુ સુખડીયા, ભાજપના ધારાસભ્ય

જીતુ સુખડીયા, ભાજપના ધારાસભ્ય
જીતુ સુખડીયા, ભાજપના ધારાસભ્ય

શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ આપવા બદલ વિધાનસભાનો આભાર

4 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઉં છું. મારા કાર્યકાળ દરમિયાન પ્રજાની સેવા કરવાનો પ્રયાસ કર્યો છે,મારા મતદારોને સંતોષ છે એટલે મને આ એવોર્ડ મળ્યો છે. મારા કાર્યકાળ દરમિયાન કોઇની લાગણી દુભાઇ હોય તો માફ કરજો. - શૈલેશ પરમાર, ઉપનેતા, વિપક્ષ

શૈલેશ પરમાર, ઉપનેતા, વિપક્ષ
શૈલેશ પરમાર, ઉપનેતા, વિપક્ષ
અન્ય સમાચારો પણ છે...