તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂના ક્વાર્ટર તોડી નખાશે:ગાંધીનગરમાં MLA ક્વાર્ટર્સ તોડી સદસ્ય નિવાસ બનાવાશે, 5 માળના બિલ્ડિંગ્સમાં 210 મકાન બનાવાશે

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે સૌપ્રથમ જ્યાં સદસ્ય નિવાસ હતું એ જ સ્થળ હવે નવા સદસ્ય નિવાસ માટે પસંદ થાય તેવી શક્યતા છે. હાલ સેક્ટર-21 ખાતે આવેલા સદસ્ય નિવાસના બદલે નવા સ્થળે ધારાસભ્યો માટેના અદ્યતન સુવિધા સાથેના ક્વાર્ટર બનાવવાની કવાયત સરકારે શરૂ કરી છે. જે માટે સેક્ટર-17માં આવેલા જૂના સદસ્ય નિવાસની જગ્યા માટે સંમતિ મળી છે. જોકે, સ્થળ મુલાકાત બાદ અહીં મકાન બનાવવા અંગે નિર્ણય થશે.

મંગળવારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સદસ્ય નિવાસ માટે બનેલી કમિટીના સભ્યો, માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સેક્ટર-17માં સ્થળ નિરીક્ષણ કરશે તે પછી અંતિમ નિર્ણય લેવાશે. હાલમાં ધારાસભ્યોના ક્વાર્ટર સેક્ટર-21માં આવેલા છે. ગાંધીનગરમાં સૌપ્રથમ સદસ્ય નિવાસ સેક્ટર-17માં બન્યું હતું. સેક્ટર-21માં નવું સદસ્ય નિવાસ બન્યા બાદ આ ક્વાર્ટર અન્ય કર્મચારીઓને રહેવા માટે આપ્યા હતા પરંતુ આ મકાનો જર્જરિત બનતાં તેને પાડીને ખુલ્લો પ્લોટ કરાશે. જો આ સ્થળ નક્કી થશે તો અહીં 5 માળના બ્લોકમાં 210 જેટલા અદ્યતન મકાનો બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...