તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:રાજ્યમાં 11.04 % વન વિસ્તાર હોવાથી લોકોને વૃક્ષો વાવવા ધારાસભ્યની અપીલ

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

રાષ્ટ્રીય વન નિતી અનુસાર કુલ ભુ ભાગના 33 ટકા વન વિસ્તારમાં વનો અને વૃક્ષો હોવા જોઇએ. જ્યારે તેની સરખામણીએ રાજ્યમાં માત્ર 11.04 ટકા જ વન વિસ્તાર હોવાથી વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવા ધારાસભ્ય શંભુજી ઠાકોરે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે અપીલ કરી છે.

ઉપરાંત રાજ્ય વન બહારના વિસ્તારમાં વૃક્ષો વાવેતર અને ઉછેર માટે રાજ્ય પાયોનિયર હોવાનું પણ ધારાસભ્યે જણાવ્યું છે.ગાંધીનગર મનપા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સેક્ટર-28, દત્ત મંદિરની પાસેના ખુલ્લા મેદાનમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોરની અધ્યક્ષતામાં કરાઈ હતી.

વન વિભાગ દ્વારા રાજ્યને હરીયાળુ બનાવવાના કાર્યમાં સૌનોસહકાર મળી રહેશે તેવો વિશ્વાસ ધારાસભ્યે વ્યક્ત કર્યો હતો. કોરોનામાં ઓક્સિજનની અછત ઉભી થઇ છે. ત્યારે ઓક્સિજનની ફેક્ટરી ગણાતાં વૃક્ષો વાવવા તથા વાવાઝોડામાં નાશ થયેલા વૃક્ષોની સામે ડબલ વૃક્ષો વાવીને ગાંધીનગર અને ગુજરાતને હરીયાળું બનાવવા પણ ધારાસભ્યે અપીલ કરી હતી. આ પ્રસંગે પૂર્વ મેયર રીટાબેન પટેલ, મનપાના કમિશનર ડો.રતનકંવર ગઢવીચારણ, ડેપ્યુટી કમિશ્નર પી.એસ.દવે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...