તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:આરોગ્યના આઉટસોર્સ કર્મીઓને ચૂકવાતું નજીવું વેતન, એજન્સીઓ દ્વારા ગેરરીતીઓ આચરાતી હોવાનો આક્ષેપ

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

આરોગ્ય વિભાગમાં આઉટસોર્સ એજન્સીઓ દ્વારા વર્ગ-3 અને વર્ગ-4ની જગ્યાઓ ઉપર કર્મચારીઓની ભરતી કરાય છે. આઉટસોર્સ કર્મચારીઓને મળવાપાત્ર ઇપીએફ, ઇએસઆઇસી, બોનસ, એરિયર્સ, ડ્રેસ વોશિંગ એલાઉન્સ, લીવ સેલેરીમાં એજન્સીઓ દ્વારા ગેરરીતી કરતી હોવાનો આક્ષેપ જાગૃતિ મંચે કર્યો છે. આથી ગેરરીતી તપાસ કરીને દોષિત વ્યક્તિઓની સામે કાર્યવાહીની માંગ સાથે ગુજરાત જનતા જાગૃત્તિ મંચે આરોગ્ય કમિશ્નરને રજૂઆત કરી છે.

સમયાંતરે વર્ગ-3ની ખાલી જગ્યાઓ પણ આઉટસોર્સથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. જોકે કર્મચારીઓ પુરા પાડવા બદલ એજન્સીઓને મોટી રકમ ચુકવવામાં આવતી પરંતુ એજન્સીઓ દ્વારા કર્મચારીઓને નજીવું વેતન ચુકવાતું હોવાનો આક્ષેપ ગુજરાત જનતા જાગૃતિ મંચે કર્યો છે. ઉપરાંત આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કર્મચારીઓને મળવાપાત્ર ઇપીએફ,ઇએસઆઇસી, બોનસ, એરિયર્સ, ડ્રેસ વોશિંગ એલાઉન્સ, લીવ સેલરીમાં ગેરરીતી કરાતી હોવાનો આક્ષેપ ગુજરાત જનતા જાગૃતિ મંચે કર્યો છે. આઉટસોર્સ એજન્સીઓ દ્વારા આઉટસોર્સ કર્મચારીઓના વેતન સહિતના લાભોના મામલે થતી ગેરરીતીના મામલે યોગ્ય તપાસ કરીને દોષિતોની સામે દંડનીય કાર્યવાહી કરવાની માંગણી સાથે આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણના કમિશ્નરને લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો