નવા અધિકારીઓ ફાળવાયા:મંત્રીઓને મનપસંદ PA,PS ન મળતા મુખ્યમંત્રી સુધી રજૂઆત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોતાના વિશ્વાસુ અધિકારીઓની નિમણૂક કરવાની માગ
  • જૂની સરકારના ઘણા મંત્રીઓને પણ નવા અધિકારીઓ ફાળવાયા

રાજ્ય સરકારના મંત્રીઓની તાજેતરમાં નિમણૂક કરતા ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ ઓર્ડર સાથે જ મંત્રીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો. સામાન્ય રીતે મંત્રીઓની કામગીરી ગુપ્ત હોવાથી તેમના વિશ્વસનીય કર્મચારીઓ પી.એ., પી.એસ.તરીકે નિમાય તેવી અપેક્ષા હોય છે,પણ કેટલાક મંત્રીઓને તેમના મનપસંદ પી.એ.,પી.એસ. ન મળતા આ મુદ્દે છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી. જો કે, હવે કઇ થઇ શકશે કે કેમ તે પ્રશ્ન છે ત્યારે મંત્રીઓ તેમની મનપસંદના પી.એ.,પી.એસ.ને મેળવવા ધમપછાડા કરી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા 8 કેબિનેટ મંત્રી, 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ માટે પી.એસ.,પી.એસ.નિમવાની કામગીરી પુરી કરવામાં આવી છે. કેબિનેટ મંત્રીઓને પી.એ., પી.એસ.એ.પી.એસ. એમ એ.પી.એસ એટલે કે અધિક અંગત સચિવની સુવિધા પણ આપવામાં આ‌વી છે. આવી સુવિધા રાજ્ય કક્ષાના મંત્રીઓને આપવામાં આવી નથી. રાજ્ય કક્ષાના મંત્રીઓને માત્ર પી.એ.અને પી.એસ.ની ફાળવણી થઇ છે, એ.પી.એસ.ફાળવવામાં આવ્યા નથી.

મંત્રીઓના પી.એ, પી.એસ. અને એ.પી.એસ તરીકે નિમણૂક મેળવવા કેટલાક કર્મચારીઓ લોબિંગ કરતા હોય છે, તો કેટલાક કર્મચારીઓને મંત્રીઓ પોતે જ તેમની પી.એ, પી.એસ. તરીકે ઇચ્છતા હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બીજી ઇનિંગમાં અગાઉના ઘણા મંત્રીઓ રીપિટ થયા છે. આ મંત્રીઓને અગાઉની સરકારમાં તેમની સાથે હોય તેવા પી.એ,પી.એસ. સાથે ફાવી ગયું હોય છે. આથી તેઓ તેમની પુન:નિયુકિત ઇચ્છતા હોય છે. જે મંત્રીઓ આવી ઇચ્છા ધરાવતા હોય તેમણે પી.એ.,પી.એસ. તેમની પસંદગીના મુકવાની ઇચ્છા વ્યકત કરી હતી. આમ છતા કેટલાક કિસ્સામાં મંત્રીઓ ઇચ્છે તેવી વ્યકિતની પી.એ., પી.એસ. તરીકે નિયુકિત થઇ નથી.

આથી નિમણૂક થઇ ત્યારે જ કેટલાક મંત્રીઓએ અણગમો વ્યકત કર્યો હતો, પણ આ મામલો તેમની કાર્યાલ સુધી મર્યાદિત રહ્યો હતો. રાજય સરકારે 2 જાન્યુઆરીએ નિમણૂક કર્યા પછી તરત જ મંત્રીઓ વચ્ચે અંદરોઅંદર વાતચીત શરૂ થઇ ગઇ હતી કે, જે પી.એ.,પી.એસ.ની માગ કરી હતી તે મુકાયા ન હોવાથી વિવાદ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...