તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા કોરોના સંક્રમિત થયાની સોશિયલ મીડિયામાં જાણકારી આપી, હોસ્પિટલમાં દાખલ થયા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ફાઈલ તસવીર
  • પ્રદિપસિંહ જાડેજાએ તેમના સંપર્કમાં આવેલા લોકોને તેમની કાળજી લેવા વિનંતી કરી

તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું છે ત્યારે 9 ધારાસભ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તો સત્ર પૂર્ણ થયા બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતે કોરોના પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી આપી હતી. કોરોના પોઝિટિવ આવતા ગૃહરાજ્યમંત્રી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે.

સંપર્કમાં આવેલા લોકોને કાળજી લેવા વિનંતી કરી
જાડેજાએ સોશિયલ સાઈટ ટ્વિટર પર ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. સાથે જ તેમણે અપીલ કરી હતી કે, મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવેલો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે. ડોક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.

ધારાસભ્યને વિધાનસભા સત્ર દરમિયાન જ કોરોના સંક્રમણ
ગુજરાત વિધાનસભાનું સત્રમાં ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. 23 માર્ચે 5 ધારાસભ્ય સંક્રમિત થતાં વિધાનસભા ગૃહને અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરાવતી યુવી લાઈટથી સેનિટાઈઝ કરાયું હતું. આ પ્રકારના સેનિટેશન ગુજરાતમાં પ્રથમ વખત ઉપયોગ થયો હતો. યુવી લાઈટથી કોઈપણ પ્રકારના વાયરસનો ખાત્મો થાય છે અને લાંબો સમય તેની અસર રહે છે. જ્યારે માસ્ક ન પહેરવા બદલ રૂ. 500ના દંડની રકમ વધારીને કરાઈ રૂ.1000 કરવામાં આવી હતી.

ચાલુ સત્રમાં સંક્રમિત થયેલા સભ્યો
1. ઇશ્વરસિહ પટેલ, (મંત્રી)
2. બાબુભાઈ પટેલ
3. શૈલેશ મહેતા
4. મોહનસિંહ ઢોડિયા
5. પુંજાભાઈ વંશ
6. નૌશાદ સોલંકી
7. ભીખાભાઈ બારૈયા
8. વિજય પટેલ
9. ભરતજી ઠાકોર

મુખ્યમંત્રી પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે
કોરોના વાયરસની ઝપેટમાં અત્યારસુધી ઘણા નેતાઓ અને મંત્રીઓ આવી ચૂક્યા છે. રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા હતા. જોકે તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતા તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ મુખ્યમંત્રીના PA શૈલેશ માંડલિયા પણ કોરોનાગ્રસ્ત થયા હતા.

'ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021' તાજેતરમાં પ્રદિપસિંહે ગૃહમાં રજૂ કર્યુ હતું
'ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021' તાજેતરમાં પ્રદિપસિંહે ગૃહમાં રજૂ કર્યુ હતું

અત્યાર સુધી કોરોનાગ્રસ્ત થયેલા ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદો

વિજય રૂપાણીમુખ્યમંત્રી
ઈશ્વર પટેલરાજ્યકક્ષાના મંત્રી
બાબુ જમના પટેલધારાસભ્ય
શૈલેશ મહેતાધારાસભ્ય
વિજય પટેલધારાસભ્ય
ભીખા બારૈયાધારાસભ્ય
પુંજા વંશધારાસભ્ય
ભરતજી ઠાકોરધારાસભ્ય
નૌશાદ સોલંકીધારાસભ્ય
કેશુભાઈ પટેલપૂર્વ મુખ્યમંત્રી
હર્ષ સંઘવીધારાસભ્ય
કિશોર ચૌહાણધારાસભ્ય
નિમાબહેન આચાર્યધારાસભ્ય
બલરામ થાવાણીધારાસભ્ય
પૂર્ણેશ મોદીધારાસભ્ય
જગદીશ પંચાલધારાસભ્ય
કેતન ઈનામદારધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયાધારાસભ્ય
રમણ પાટકરરાજ્યકક્ષાના મંત્રી
પ્રવીણ ઘોઘારીધારાસભ્ય
મધુ શ્રીવાસ્તવધારાસભ્ય
ધર્મેન્દ્રસિંહ જાડેજારાજ્યકક્ષાના મંત્રી
ગોવિંદ પટેલધારાસભ્ય
અરવિંદ રૈયાણીધારાસભ્ય
રાઘવજી પટેલધારાસભ્ય
જયેશ રાદડિયાકેબિનેટ મંત્રી
અમિત શાહકેન્દ્રીય ગૃહમંત્રી
ડો.કિરીટ સોલંકીસંસદસભ્ય
રમેશ ધડુકસંસદસભ્ય
હસમુખ પટેલસંસદસભ્ય
અભય ભારદ્વાજસંસદસભ્ય
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો