સંબોધન:દેશમાં દૂધના ઉત્પાદનમાં 3 ગણો ગુજરાતમાં 9 ગણો વધારો થયો

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1996 પછી ડેરી ક્ષેત્રે અજોડ વિકાસ થયો છે: આર.એસ.સોઢી
  • ગાંધીનગરમાં ઇન્ડિયન ડેરી એસો.ની કોન્ફરન્સમાં સંબોધન

ભારતે વિશ્વની ડેરી બનવા માટે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા બાબતે ધ્યાન આપવું જોઈએ તેવું કેન્દ્રના પશુપાલન અને ડેરી ઉદ્યોગના પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ ગાંધીનગરમાં ઇન્ડિયન ડેરી એસોસિએશનની 49મી કોન્ફરન્સ અને એક્સ્પોમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું.રાજ્યમાં 27 વર્ષ પછી યોજાઈ રહેલી ત્રણ દિવસની કોન્ફરન્સમાં દેશવિદેશમાંથી નિષ્ણાતો, સહકારી સંસ્થાઓ, દૂધ ઉત્પાદકો, સરકારી અધિકારી, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સની થીમ ‘ભારતને વિશ્વની ડેરી બનવા માટેની તક અને પડકારો’ છે.

ઇન્ડિયન ડેરી એસો.ના પ્રમુખ આર. એસ. સોઢીએ જણાવ્યું કે, ‘છેલ્લે ડેરી ઉદ્યોગની કોન્ફરન્સ 1996માં આણંદમાં યોજાઈ હતી. એ પછી ડેરી ક્ષેત્રે અજોડ વિકાસ હાંસલ કર્યો છે. એ સમયે ભારતમાં દૂધ ઉત્પાદન 71 મિલિયન ટન હતું તે વધીને 222 ટન સુધી પહોંચ્યું છે. ભારતમાં દૂધ ઉત્પાદન 3 ગણું જ્યારે ગુજરાતમાં ઉત્પાદન 9 ગણું વધ્યું છે, જે દૈનિક 30 લાખ લિટરથી વધીને 270 લાખ લિટર થયું છે.

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન મિનેશ શાહે જણાવ્યું કે, આપણી પાસે વિઝન 2047ની બ્લૂ પ્રિન્ટ તૈયાર છે. આપણે દૂધાળાં ઢોરની ઉત્પાદકતા 4 ગણી કરવાની છે અને ભારતનાં દૂધ ઉત્પાદનોની નિકાસમાં 15 ટકાનો વધારો કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...