તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અબકી બાર ખેડૂતોને ડબલ માર:દહેગામ એપીએમસી માર્કેટમાં બાજરીની ખરીદી મુદ્દે હોબાળો થયો, ભાવ ઓછો મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી

ગાંધીનગર20 દિવસ પહેલા
  • ખેડૂતોએ માર્કેટયાર્ડના દરવાજે ટ્રેક્ટરની આડશ મૂકી રસ્તા-રોક્યા

કોરોના કાળમાં બંધ રહેલ એપીએમસી માર્કેટ ખુલ્યું છે. જેમાં હવે ખરીદી શરૂ થતાં ખેડૂતોને રાહત થઇ છે. પણ દહેગામ એપીએમસી માર્કેટમાં બાજરીની ખરીદી મુદ્દે હોબાળો થયો છે. જેમાં ભાવ ઓછો મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી છે.

220 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતો રોષે ભરાયા

દહેગામ એપીએમસી માર્કેટમાં બાજરીની ખરીદી મુદ્દે હોબાળો થયો છે. જેમાં ભાવ ઓછો મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી છે. તેમજ 220 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતો રોષે ભરાયા છે. તેથી ખેડૂતોએ માર્કેટયાર્ડના દરવાજે ટ્રેક્ટરની આડશ મૂકી રસ્તા-રોક્યા છે. દહેગામ તાલુકાના ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ થઇ છે.

ખેડૂતોને ભાવમાં તોતિંગ કડાકો

એક તરફ તાઉ-તે વાવાઝોડાની અસરને પગલે દહેગામ તાલુકાના ખેડૂતોને બાજરી અને જુવારના ઊભા પાકમાં નુકસાની થઈ છે. તેમજ કમોસમી વરસાદને પગલે બાજરી પલળી જવાને લીધે હવે ભાવમાં પણ શકરવાર આવ્યો નથી. દહેગામના ખેડૂતો આજે એ.પી.એમ.સીમાં બાજરી વેચવા આવ્યા હતા. તેમાં ખેડૂતોને ભાવમાં તોતિંગ કડાકો જોતા તેમને પડ્યા પર પાટુ વાગવા જેવો ઘાટ ઘડાયો હતો. જેમાં ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે ભાવ ખુબ ઓછો મળી રહ્યો છે. ત્યારે સામા પક્ષે આ મુદ્દે વેપારીઓ મૌન રહ્યાં છે.

દહેગામ યાર્ડમાં ખેડૂતોને બાજરીના ઓછા ભાવ અપાતા ખેડૂતોએ માર્કેટનો ઝાપો બંધ કરી વિરોધ કરતા અફરાતફરી મચી હતી જોકે આખરે મામલો થાળે પડ્યો હતો.
દહેગામ યાર્ડમાં ખેડૂતોને બાજરીના ઓછા ભાવ અપાતા ખેડૂતોએ માર્કેટનો ઝાપો બંધ કરી વિરોધ કરતા અફરાતફરી મચી હતી જોકે આખરે મામલો થાળે પડ્યો હતો.

ખેડૂતોએ ભાવવધારો મળે તેવી માંગ કરી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ઓફિસે પહોંચી ઉગ્ર રજૂઆત કરી

બાજરી પલળી જવાના બહાના હેઠળ બુધવારે દહેગામ એપીએમસી માર્કેટયાર્ડમાં વેપારીઓ દ્વારા ખેડૂતો દ્વારા વેચાણ કરવા લઈને આવેલી બાજરીના પ્રતિ મણ 220 રૂપિયા નીચો ભાવ બોલાતા ખેડૂતો ગુસ્સે ભરાયા હતા. ખેડૂતોએ ભાવવધારો મળે તેવી માંગ કરી ખેતીવાડી બજાર સમિતિની ઓફિસે પહોંચી હોબાળો કર્યો હતો અને બીજી તરફ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ એપીએમસી માર્કેટનો મુખ્ય ઝાપો બંધ કરી ટ્રેક્ટર્સની આડશો પણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ રિંગ કરી હોય તે રીતે પ્રતિ મણ 220 ઓછો ભાવ બોલ્યો હતો, ગત વર્ષે મણે 250 ભાવ બોલાતા ભાવ ઘટાડાથી પડ્યા પર પાટુના ઘાટથી ખેડૂતોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...