તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMC ચૂંટણી:મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ દ્વારા માઈક્રોલેવલનું પ્લાનિંગ કરાયું

ગાંધીનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધારાસભ્યોથી લઈને પ્રેદશના નેતાઓને પણ બુથ મેનેજમેન્ટનું કામ સોંપાયું
 • અન્ય જિલ્લાના કાર્યકરોની પણ મદદ લેવામાં આવશે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે માઈક્રો લેવલનું પ્લાનિંગ કર્યું છે. કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રવકતા જયરાજસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય અને નેતા ડો. જીતુ પટેલ, મનપાના પૂર્વ કમિશનર સંજય અમરાણી તથા વંદનાબેન પટેલને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપી છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા ધારાસભ્યોથી લઈને પ્રદેશના નેતાઓ બુથ મેનેજમેન્ટનું કામ સોંપ્યું છે.

જેમાં એક વોર્ડ દીઠ પ્રદેશના 2 નેતાઓ, 1 ધારાસભ્ય, સ્થાનિક વોર્ડ પ્રમુખ, શહેર કક્ષાના પ્રભારીને કામગીરી સોંપી છે. એક વોર્ડમાં આવતા વિવિધ બુથમાં પણ 2 કે 5 સ્થાનિક કાર્યકરોને જવાબદારી સોંપાશે. જેઓને પ્રદેશ નેતાઓ ચૂંટણીને છેલ્લા દિવસ સુધી કેવી રીતે કામ કરવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનું માર્ગદર્શન આપતા રહશે. કોંગ્રેસ દ્વારા પ્રદેશથી લઈને બુથ લેવલની જવાબદારી સોંપવામાં 70 ટકા જેટલી કામગીરી થઈ ગઈ છે. આ ઉપરાંત કોંગ્રેસના નિરિક્ષકો સહિતના પ્રદેશ નેતાઓએ તાજેતરમાં જ 44 ઉમેદવારો, વોર્ડના પ્રમુખોને બોલાવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં લોકો સાથે કઈ રીતે વાત કરવી, લોકોને કઈ રીતે મળવું, ટિકિટ કપાતા કે ન મળતા નારાજ પક્ષના નેતાને કઈ રીતે સાથે રાખવો તે અંગે સુચનાઓ અપાઈ હતી.

વોર્ડમાં જ્ઞાતિ પ્રમાણે લીડરોને દોડાવાશે
મળેલી માહિતી પ્રમાણે કોંગ્રેસ દ્વારા જે વોર્ડમાં કઈ જ્ઞાતિના મતદારો વધુ છે. તેના આધારે ધારાસભ્યોથી લઈને પ્રદેશના નેતાઓ ઉમેદવારની મદદ માટે દોડાવાશે. જેને પગલે પ્રચારમાં મદદગારી મળે અને કોઈ સમસ્યા નડે તો પ્રદેશના નેતાઓ સીધી રીતે તેનો ઉકેલ લાવી શકે.

અમદાવાદ અને મહેસાણાના કાર્યકરોને પણ ટ્રેનિંગ આપી મદદમાં લેવાશે
કોંગ્રેસના ચૂંટણી નિરિક્ષક વંદનાબેન પટેલે કહ્યું હતું કે,‘અમારા પક્ષના કાર્યકરોએ બહુ મહેનત કરી રહ્યાં છે. બુથ લેવલના મેનેજમેન્ટની કામગીરી લગભગ પૂર્ણતાના આરે છે, દરેક કાર્યકારોને અમને ટ્રેનિંગ આપીશું. અમે મહેનતું લોકોને જ કામે લગાવ્યા છે, જે માટે અમે અમદાવાદ-મહેસાણાના કાર્યકરોની પણ મદદ લેવાશે. આ વખતે ભાજપ અમારી સાથે કોઈ ગડબડી કરી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો