સારવાર:માનસિક અસ્થિર યુવતીએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો, પિતાની શોધ

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા શખસ દ્વારા યુવતીને ગર્ભવતી બનાવી દેવામાં આવી હતી, પોલીસને જાણ કરાઇ

ગાંધીનગરની સિવિલ આસપાસમાં રખડતી માનસિક અસ્થિર યુવતીએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. એક મહિના પહેલા પેટમાં દુ:ખાવો ઉપડતા સીધી જ વોર્ડમાં સારવાર માટે પહોંચી હતી. જ્યાં તપાસ કરતા ગર્ભવતી હોવાનુ સામે આવ્યુ હતુ. ત્યારબાદ યુવતીએ ગત 19 જુલાઇના રોજ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, આ બાબતે સેક્ટર 7 પોલીસ મથકમાં જાણ કરવામાં આવ્યા બાદ પિતાની શોધખોળ કરવામાં આવી રહી છે. અમદાવાદ પછી ગાંધીનગરમાં પણ માનસિક અસ્થિર રખડતા લોકો મોટી સંખ્યામા જોવા મળી રહ્યા છે.

સિગ્નલ ઉપર ભીખારીઓની સંખ્યા વધી રહી છે, તેમ માનસિક અસ્થિર લોકોની સંખ્યા પણ શહેરમા જોવા મળી રહી છે. ત્યારે ગાંધીનગર સિવિલ આસપાસમાં રખડતી માનસિક અસ્થિર યુવતીને અજાણ્યા લોકો દ્વારા હવસ સંતાષવામાં આવી છે. પરંતુ માનસિક અસ્થિર યુવતી પોતાના નામ સિવાય કાઇ બોલી શકતી નથી. તેવી સ્થિતિમાં અજાણ્યા શખ્સ દ્વારા યુવતીને ગર્ભવતી બનાવી દેવામાં આવી હતી.ગત 23 જૂનના રોજ માનસિક અસ્થિર યુવતી ગાંધીનગર સિવિલમાં સારવાર માટે દાખલ થઇ હતી. ત્યારબાદ 19 જુલાઇના રોજ યુવતીને સિજેરીયન કરી બાળકને જન્મ આપ્યો હતો.

આ બાબતની જાણ સેક્ટર 7 પોલીસને કરવામા આવી છે. પોલીસ દ્વારા આરોપીનો શોધખોળ પણ કરવામા આવી રહી હોવાની માહિતી મળી રહી છે. યુવતી કેટલા સમયથી માનસિક બિમાર છે, તેની વિગત જાણવા માટે મનોચિકિત્સકની સલાહ લેવામા આવી છે. તે ઉપરાંત યુવતી માત્ર તેનુ નામ પૂછતા પિન્કી જણાવી રહી છે. જોકે, હજુ સુધી બાળકનો પિતા કોણ છે ? તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

યુવતીનો પરિવાર બની વોર્ડની સિસ્ટર
ડીલીવરી થયા પછી માનસિક અસ્થિર યુવતીને પૌષ્ટિક આહારની જરૂર હતી. તેવી સ્થિતિમા વોર્ડમાં ફરજ બજાવતી તમામ સિસ્ટર દ્વારા દરરોજ ચોખ્ખા ઘીનો સીરો બનાવીને આપવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...