ક્રાઇમ:મેંદરા પાસે અકસ્માત બાદ કારમાંથી 816 લીટર દેશી દારૂ ઝડપાયો

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાયપુર પાસેથી 18 લીટર દેશી દારૂ ઝબ્બે

લીમ્બડીયા-મેદરા રોડ પર કાર રેલવેના ગરનારાના ડિવાઈડર સાથે અથડાઈ હતી. ત્યારબાદ કાર જઈ શકે તેમ ન હોવાથી કાર ચાલક ગાડી મુકીને ફરાર થઈ ગયો હતો. માહિતી મળતા ડભોડા પોલીસે સ્થળ પર જઈને ચેક કરતાં ડેકીમાંથી મીણીયાના 10 કટ્ટામાં ભરેલો  816 લીટર દેશીદારૂ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે દારૂ અને કાર કબ્જે લઈને કારના નંબરના આધારે ચાલક સામે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ રાયપુર કેનાલ પરથી પોલીસે બાઈક પર આવેલા ખેડાના કઠલાલના 2 શખ્સો બળવંતસિંહ સોલંકી તથા ભરતસિંહ પરમાર પાસેથી 30 લીટર દેશીદારૂ મળી આવ્યો હતો. બીજી બાજુ રાયપુર નર્મદા કેનાલ પરથી એક્ટિવા ઝડપાયું હતું. જેમાં વિપુલ મારવાડી નામના યુવક પાસેથી 18 લીટર દેશીદારૂ મળી આવ્યો હતો. ડભોડા પોલીસે 25,860ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...