તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના બંગલામાં ચોરી કરનારી મહેસાણાની ગેંગ ઝડપાઈ

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર ક્રાઇમ બ્રાંચે ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો
  • ધારાસભ્યના બંગલામાં ચોરી કરવા આરોપીઓ રીક્ષા લઈને આવ્યા હતા

ગાંધીનગર જિલ્લાના કલોલ ના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનાં બંગલામાં થયેલી રૂ. 8.51 લાખની ઘરફોડ ચોરી પ્રકરણમાં ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ અનેક સીસીટીવી ફુટેજની દિવસ રાત ચકાસણી હાથ ધરીને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સરસાવ ગામની સાત જણાની ગેંગને ઝડપી લઈ ગણતરીના દિવસોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખી સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

ધારાસભ્યના બંગલામાંથી રૂ. 8.51 લાખની ચોરી થઈ હતી

કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનાં બંધ બંગલામાં તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર ઘૂસી તસ્કરોએ ઠંડા કલેજે સ્થાનિક પોલીસની ગાઢ નિદ્રાનો લાભ ઉઠાવી બંગલા નો સામાન ફેંદી નાંખી રૂ. 2 લાખ રોકડા, બે રાડો ની ઘડિયાળ, સોનાના દાગીના, ત્રણ એલ ઈ ડી ટીવી, ડીવીઆર, રાઉટર મળી કુલ રૂ. 8.51 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા.જેનાં પગલે ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પણ બંગલાની મુલાકત લીધી હતી.

ક્રાઇમ બ્રાંચે કલોલમાં ધામા નાખ્યા હતા

આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ગંભીર ગુનાના ભેદ ઉકેલવામાં માહેર ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર હરદીપસિંહ ઝાલાને તપાસ સોંપી દઈ કોઇપણ સંજોગોમાં ચોરીનો ભેદ ઉકેલી દેવા સૂચના આપી હતી. જે અન્વયે ઇન્સ્પેકટર ઝાલા એ તુરંત પોતાની ટીમ સાથે કલોલમાં ધામા નાખી ચોરીની ઘટનાને કેમનો અંજામ આપવામાં આવ્યો તેની સિલસિલાબંધ એક પછી એક કડીઓ એકઠી કરવામાં આવી હતી.

ખૂટતી કડીઓને એકસાથે કનેક્ટ કરવામાં આવતા ગેંગે ચોરીને અંજામ આપ્યો હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું

બીજી તરફ તેમણે પોતાની આગવી ઢબથી તપાસની શરૂઆત કરી ત્રણ પીએસઆઇ સહિત નાં સ્ટાફની ટીમોની રચના કરી હતી. જે ટીમોએ ઘટનાસ્થળ થી લઈ અનેક સીસીટીવી ફૂટેજ ચકાસી હ્યુમન ઈન્ટેલિજન્સ એક્ટિવ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન ખૂટતી કડીઓ ને એકસાથે કનેક્ટ કરવામાં આવતા મહેસાણા જિલ્લા ના કડી તાલુકાના સરસાવ ગામની ગેંગે ચોરીને અંજામ આપ્યું હોવાનું ચિત્ર સ્પષ્ટ ઉપસી આવ્યું હતું.

સરસાવ ગામમાં વોચ ગોઠવી સાત તસ્કરોને દબોચી લીધા

જેનાં પગલે પીએસઆઇ એસ પી જાડેજા, પી ડી વાઘેલા તેમજ વી.કે રાઠોડ ની ટીમે સરસાવ ગામમાં વોચ ગોઠવી હતી જેનું સીધું મોનીટરીંગ ઇન્સ્પેકટર ઝાલા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આખરે ક્રાઇમ બ્રાંચના કાફલાએ મહેશ ઉર્ફે બોળો ભલાભાઈ , વિષ્ણુ ઉર્ફે વિશો ઉર્ફે વી.કે કાંતિજી ઠાકોર, ભોલાજી ઉર્ફે ભોલો અજમલજી ઠાકોર, રવિ ઉર્ફે ગડો વિષ્ણુભાઈ , સુરેશ ઉર્ફે સૂરો કાંતિજી ઠાકોર, વેલજી ઉર્ફે ચેલો ભિખાજી ઠાકોર તેમજ ગીરવીરસિંહ ઉર્ફે ગીરો શતાજી વાઘેલાને ઝડપી પાડયા હતા.

ચોર ટોળકી સીએનજી રીક્ષા લઇને ચોરી કરવા આવી હતી

આ અંગે ઈન્સ્પેક્ટર ઝાલાએ જણાવ્યું હતું કે ચોર ટોળકી સીએનજી રીક્ષા લઇને ચોરી કરવા આવી હતી. ચોરી કર્યા બાદ પોતાના ગામ ભાગી ગયા હતા. જેમની પાસેથી હાલમાં ત્રણ એલ ઈ ડી ટીવી, મોબાઈલ ફોન રીક્ષા તેમજ ચોરી કરેલા કપડા જપ્ત કરવામાં આવ્યા છે. જેઓ બીજા મુદ્દામાલ માલ વિશે કોઈ જાણકારી આપતા નહીં હોવાથી રિમાન્ડ મેળવવા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ગેંગના વિષ્ણુજી ઠાકોર વિરુદ્ધ કડી અને વિજાપુર પોલીસ મથકમાં બે ગુના નોંધાયેલા છે જ્યારે ભોલાજી ઠાકોર વિરુદ્ધ લાગણજ માં બે તેમજ નંદાસણ પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...