તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મલ્હારમ..:અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં વરસાદી માહોલ છવાતાં ગરમીથી રાહત - Divya Bhaskar
રાજ્યમાં વરસાદી માહોલ છવાતાં ગરમીથી રાહત
  • અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વડોદરા અને ખેડા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો

અમદાવાદ શહેર સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને ખેડા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો.

કેરળમાં ચોમાસાના આગમન થઇ ચૂક્યું છે. ત્યારે ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગઇકાલે રાત્રે અને આજે બપોરે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યાં હતા. જ્યારે આજે મોડી સાંજે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને ખેડા સહિત અનેક જ્યારે મેઘરાજાએ દસ્તર દીધી છે. રાજ્યમાં વાતાવરણને લઇ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 48 કલાક વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી હતી.

આ વર્ષે ચોમાસુ 20 જૂન પછી બેસવાની આગાહી કરાઈ છે. તો આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની પણ વાત કરી છે. કેરળમાં આજથી ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને આ વર્ષે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના સામાન્ય દર્શાવી છે. જ્યારે આજે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર અને ખેડા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...