આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-2023:રાજ્યના 8 મહાનગરોમાં ‘મેગાસિટી મિલેટ એક્સ્પો’ યોજાશે,જુવાર, બાજરી અને રાગીના પ્રમાણિત બીજનું વિતરણ - નિદર્શન કરાશે

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-2023 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ‘મિલેટ મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના 8 મહાનગરોમાં યોજાનાર આ મહોત્સવમાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ક્રોપિંગ સિસ્ટમ બેઝ્ડ તાલીમ અપાશે. ઉપરાંત જુવાર, બાજરી અને રાગીના પ્રમાણિત બીજનું વિતરણ અને નિદર્શન પણ કરવામાં આવનાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પારંપારિક ખેત પેદાશ-મિલેટ્સ (જાડા ધાન)ને પ્રોત્સાહન આપવા કરેલા પ્રયાસોનું ફળદાયી પરિણામ:- યુનાઇટેડ નેશન્સે વર્ષ-2023ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવવાનો નિર્ણય કરતાં ભારત સહીત દુનિયાભરના દેશોમાં મિલેટની ઉપયોગીતા અંગે ફેલાશે જન જાગૃતિ લાવવા મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં ગાંધીનગરમાં ‘મિલેટ મહોત્સવ’ ઉજવાયો હતો.

મુખ્યમંત્રીએ આ ‘મિલેટ મહોત્સવ’માં રાજ્યના જિલ્લાઓમાંથી આવેલા ખેડૂત પરિવારો સાથે સંવાદ કર્યો હતો. રાજ્યમાં મિલેટ્સ પકવતા ખેડૂતો મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ મિલેટ મહોત્સવમાં સહભાગી થયા હતાં. મુખ્યમંત્રીએ મિલેટ્સ પકવતા ખેડૂતોની વિવિધ પ્રોડક્ટ્સ આ તકે નિહાળી હતી. મિલેટ્સની વાનગીઓના ભોજનનો આસ્વાદ પણ મહોત્સવમાં ઉપસ્થિત સૌએ માણ્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપણી પારંપારિક ખેતીની પેદાશો જાડાધાન-મિલેટ્સને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાની સફળતા યુનો દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીથી મેળવી છે.તેમણે ઉમેર્યુ કે, હવે તો પશ્ચિમના દેશો પણ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બન્યા છે અને આવા પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થયા છે.

આ સંદર્ભમાં આપણા પરંપરાગત ધાન એવા બાજરી,જુવાર,રાગી, મકાઇને વિશ્વના દેશો પણ અપનાવે તેવી વડાપ્રધાનની સંકલ્પના યુનાઇટેડ નેશન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીથી સાકાર થશે.પારંપારિક ખેત પેદાશો-મિલેટ્સ(જાડા ધાન્ય પાકો)ને વિશ્વભરમાં પ્રોત્સાહન આપવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકારે યુનાઇટેડ નેશન્સમાં વર્ષ 2023ને ‘યર ઓફ મિલેટ્સ’ તરીકે ઉજવવા પ્રસ્તાવ રજુ કર્યો હતો.

વિશ્વના 70 થી વધુ દેશોનું વડાપ્રધાનના આ પ્રસ્તાવને સમર્થન મળતાં,યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ 2023ને ‘ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના પ્રસ્તાવ પછી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-2023ની ઉજવણીનો આ બીજો પ્રસ્તાવ છે જેમાં વડાપ્રધાનનો ‘સર્વે સન્તુ સુખીનઃ- સર્વે સન્તુ નિરામયા’નો ભાવ, ‘વર્લ્ડ હેલ્થ અને વેલનેસ’ની ખેવના સમાયેલા છે.

‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ની ઉજવણી માટે વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત સહિત ભારતભરમાં મિલેટ્સની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમો થવાના છે. ગુજરાતમાં મિલેટ્સનો ઉપયોગ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...