વેક્સિનેશન:મનપા અને ગ્રામ્ય વિસ્તારના 492 સેન્ટરમાં આજે મેગા વેક્સિનેશન

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લાને કુલ-23000 રસીના ડોઝ ફાળવવામાં આવ્યા

કોરોનાની સભંવિત ત્રીજી લહેરના હરાવવા માટે તારીખ 17મી, શુક્રવારે જિલ્લામાં મેગા રસીકરણનો કાર્યક્રમ યોજાશે. જેના માટે જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ-492 સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારને કુલ 23000 રસી ફાળવી છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જિલ્લામાં મેગા વેક્સિનેશનનો કાર્યક્રમ તારીખ 17મી, શુક્રવારના રોજ યોજાશે. મેગા વેક્સિનેશનના ભાગરૂપે કુલ 492 સેન્ટરો ઉભા કરાશે. જિલ્લા કલેક્ટર ડો.કુલદીપ આર્ય અને જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમના માર્ગદર્શન હેઠળ આયોજીત મેગા વેક્સિનેશન કાર્યક્રમ યોજાશે.

આ આયોજન મુજબ જિલ્લાના જે ગામોમાં માત્ર 10થી 15 જ લાભાર્થી રસી લેવાના બાકી હોય તેવા ગામો તેમજ વાડી વિસ્તાર, બાંધકામ સાઇટ, ભઠ્ઠા કે દુર્ગમ વિસ્તારમાં રહેતા લોકો માટે મોબાઇલ ટીમનું આયોજન કરાયું છે. જ્યારે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, માર્કેટ એરિયા, બજાર વિસ્તાર વગેરે જગ્યાએ રસીકરણ માટે કુલ-442 બુથ ઉભા કરાશે. ઉપરાંત વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, તેમજ ફેક્ટરી વિસ્તારમાં બાકી રહેલા લાભાર્થીઓ માટે પણ રસીકરણનું આયોજન કરાયું છે. રસીકરણના કાર્યક્રમનું સતત મોનીટરીંગ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એચ.સોલંકી અને રસીકરણ અધિકારી ડો.હરેશ નાયક કરશે.

મેગા વેક્સિનેશનના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, નોન ગર્વમેન્ટ ઓર્ગેનાઇઝેશન, યુવા કેન્દ્ર વગેરે સંસ્થાઓ તેમજ નર્સિંગ કોલેજના સ્ટાફનો સહયોગ લેવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ-50 જગ્યાએ રસીના બુથો ઉભા કરાશે. જિલ્લામાં યોજનાર મેગા વેક્સિનેશન કાર્યક્રમના ભાગરૂપે કુલ-23000 રસીની બોટલ ફાળવી છે. એક બોટલમાંથી 10થી 11 0.5 એમએલ વાયલ થાય છે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...