તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Meeting Of The Standing Committee Today On The Budget Issue Of Manpa,; Possibility Of Electoral Reform In The Budget Presented By The Commissioner

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુધારાની વકી:મનપાના બજેટ મુદ્દે આજે સ્થાયી સમિતિની બેઠક, કમિનશરે રજૂ કરેલાં બજેટમાં ચૂંટણીલક્ષી સુધારાની સંભાવના

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કર વિનાના બજેટમાં 33.19 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે

ગાંધીનગર કોર્પોરેશનું વર્ષ 2021-22 માટેનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે 22મી જાન્યુઆરીના રોજ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. કોઈપણ નવા કર વગરના 345.20 કરોડના બજેટમાં 33.19 કરોડની પૂરાંત દર્શાવાઈ છે. ત્યારે સ્થાયી સમિતિની આજની બેઠકમાં તેને આખરી ઓપ આપવામાં આવશે.

ડ્રાફ્ટ બજેટમાં નવા વિસ્તારો માટે 81 કરોડ રસ્તા, પાણી, કમ્યુનિટી હોલ, તળાવ, બગીચા, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ વગેરે માટે ફાળવવામાં આવ્યા છે. ત્યારે આગામી ચૂંટણીને ધ્યાને લઈને સ્થાયી સમિતિ દ્વારા બજેટમાં સુધારા-વધારા કરાય તેવી શક્યતા છે. જેમાં પ્રજા સાથે કાઉન્સિલર્સની ગ્રાન્ટમાંથી ખરીદીની વસ્તુઓનો વ્યાપ વધારાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020-21નું રીવાઈઝ અંદાજપત્ર 278.37 કરોડનું છે. જ્યારે વિસ્તારમાં બમણા વધારા બાદ રજૂ થયેલા બજેટનું કદ 345.20 કરોડ છે.

આમ, વિસ્તારમાં બમણા વધારા બાદ બજેટમાં 65 કરોડનો વધારો થયો છે. ત્યારે વિસ્તારની દૃષ્ટિએ બજેટમાં નજીવો વધારો થયો છે ત્યારે નવા કરભારણ વગર પ્રજાલક્ષી સુવિધાઓ માટે ખર્ચ વધારવાનો પડકાર સ્થાયી સમિતી સમક્ષ છે.ત્યારે સ્થાયી સમિતિની બેઠકમાં કેવી ચર્ચા થાય છે તેના પર આધાર રહેલો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો