તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રશાંત કિશોર અને કનુકળસરિયા વચ્ચે બેઠક

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ તરીકે નામની પસંદગી કરી રહી છે ત્યારે દિલ્હી ખાતે રાજકીય નીતિજ્ઞ પ્રશાંત કિશોર અને પૂર્વ ધારાસભ્ય કનુ કળસરિયા વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક પછી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ આગામી દિવસોમાં કળસરિયાને 2022ની ચૂંટણીમાં કોઇ વિશેષ જવાબદારી અપાય કે સંગઠનમાં સ્થાન અપાય તેવી શકયતા જોઇ રહ્યા છે.

પૂર્વ ધારાસભ્ય કનુ કળસરિયા અને પ્રશાંત કિશોર વચ્ચે દિલ્હીમાં રવિવારે બપોરે 1 કલાકે બેઠક યોજાઇ હતી. બે કલાલ ચાલેલી બેઠકમાં બંન્ને નેતાઓ વચ્ચે ગુજરાતની રાજકીય સ્થિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની હાલની સ્થિતિ બાબતે ચર્ચા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોર ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસ માટે રણનીતિ બનાવે તેવી વાત છે.આવા સંજોગોમાં આ બે નેતાઓ વચ્ચેની મુલાકાતના પ્રદેશના નેતાઓ મહત્વ આપી રહ્યા છે. સુત્રોના કહ્યા પ્રમાણે પ્રશાંત કિશોરના અભિપ્રાયના આધારે કળસરિયાના પ્રદેશ કોંગ્રેસમાં કોઇ મોટી જવાબદારી સોપાય શકે છે.

અન્ય સમાચારો પણ છે...