તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ફિક્સ પગારી કર્મચારીઓને મળેલી મેડિકલ રજાઓ કેરી ફોરવર્ડ થશે

ગાંધીનગર9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષની નોકરીની રજાનો નિયમીત નિમણૂંકમાં લાભ મળશે

ફિક્સ પગારી કર્મચારીઓને મેડિકલ રજાઓનો લાભ મળે છે. જોકે પાંચ વર્ષની નોકરી પૂર્ણ થયા બાદ પાંચ વર્ષમાં એકઠી થયેલી માંદગીની રજાઓનો લાભ પુરા પગારે નિમણુંક બાદ પણ તેનો લાભ મળશે તેવો ઠરાવ રાજ્યના નાણાં વિભાગે કરતા કર્મચારીઓમાં હરખ જોવા મળી રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા દરેક વિભાગમાં કર્મચારીઓની ભરતીમાં પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવે છે. ફિક્સ પગારી કર્મચારીઓને માંદગીની રજાનો લાભ મળે છે. જોકે પાંચ વર્ષને અંતે પુરા પગારનો લાભ મળતા પાંચ વર્ષ સુધી વધેલી માંદગીની રજાઓને કેરી ફોરવર્ડ કરવી કે નહી તે અંગેની મુંઝવણી હિસાબ અને તિજોરી નિયામકની કચેરી અનુભવતી હતી.

જોકે ફિક્સ પગારી કર્મચારી પુરા પગારમાં આવે ત્યારે તેની સર્વિસબુકમાં એન્ટ્રી કરવાની કામગીરી હિસાબ અને તિજોરી કચેરી દ્વારા કરવામાં આવે છે. આ મુંઝવણને દુર કરવા માટે હિસાબ અને તિજોરી કચેરીએ રાજ્યના નાણાં વિભાગમાં લેખિત રજુઆત કરીને સ્પષ્ટતા માંગી હતી. આથી રાજ્યના નાણાં વિભાગના વર્ષ-2016ના ઠરાવ મુજબ ફિક્સ પગારમાં ફરજ બજાવતા કર્મચારીએ સંતોષકારક સેવા પૂર્ણ કરી હોય અને નિયમિત નિમણુંક આવતા તેઓને ફિક્સ પગારમાં પાંચ વર્ષના સેવાકાળ દરમિયાન જમા થયેલી માંદગીની રજાની સિલક નિયમિત નિમણુંક મળ્યા બાદ કેરી ફોરવર્ડ કરી શકાય છે.

માંદગીની રજાઓ કેરી ફોરવર્ડ અંગે ફિક્સ પગારી કર્મચારીઓને પુછતા જણાવ્યું છે કે આ રજાઓ દરેક વિભાગ પોતાની રીતે કરતો હતો. પરંતુ હિસાબ અને તિજોરી કચેરીને મુંઝવણ થતાં નાણાં વિભાગે સ્પષ્ટતા કરી છે. પરંતુ આખા વર્ષની જે 30 રજાઓ મળે તે નિયમિત પગાર થતાં તે કેરી ફોરવર્ડ થતી નથી. આથી વર્ષની મળતી 30 રજાઓને કેરી ફોરવર્ડ કરવાની માંગણી સાથે કર્મચારીઓએ રાજ્ય સરકારને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...