તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગ સલામતી માસની ઉજવણી:ગાંધીનગર જિલ્લાનાં વિવિધ અકસ્માત સંભવિત 38માંથી18 ક્ષેત્રમાં પગલાં લેવાયાં

ગાંધીનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુડાસણ અને અડાલજના ગેપ ઇન મીડિયમને RTO દ્વારા બંધ કરાયા

સડક સુરક્ષા જીવન રક્ષાની થીમ આધારિત નેશનલ રોડ સેફ્ટી મંથની ઉજવણીના ભાગરૂપે જિલ્લા આરટીઓ કચેરી દ્વારા જિલ્લાના અકસ્માતના સભંવીત 38 સ્થાનોમાંથી 18 જગ્યાએ અકસ્માત નિવારણના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં કુડાસણ અને અડાલજ વિસ્તારના ગેપ ઇન મીડિયમને બંધ કર્યા છે.

રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જોકે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા કયા કયા માર્ગો ઉપર કયા કયા વાહને કેટલી સ્પિડ રાખવી સહિતના નિયમો બનાવ્યા છે. પરંતુ તેનું પાલન સરકારી કાગળ ઉપર જોવા મળે છે. જ્યારે વાસ્તવમાં તેના અભાવને લીધે તેનું સ્થાન અકસ્માત લઇ રહ્યું છે. જ્યારે બીજી તરફ અકસ્માત નિવારવા માટે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરીને મન મનાવવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં જ અકસ્માત સંભવિત 38 જેટલા વિસ્તારો આવેલા છે. આ અકસ્માત સંભવિત ક્ષેત્રમાં અકસ્માત નિવારવા માટે કાયમી આયોજન લેવામાં આવે તો જ ખરા અર્થમાં માર્ગ સલામતી માસની ઉજવણી સાર્થક થશે.

માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા રોડ સેફ્ટી અંતર્ગત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એમ.આર.ગજ્જરના જણાવ્યા મુજબ રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં જ અકસ્માત સંભવીત 38 સ્થાનો આવેલા છે.

અકસ્માત સંભવિત સ્થાનોએ કાયમી ધોરણે અકસ્માત નિવારવાના પગલાં લેવાઈ રહ્યા છે. તેમાં જ્યાં વારંવાર અકસ્માત સર્જાય છે ત્યાં જરૂરી સકરાત્મક ટુંકા અને લાંબાગાળાનું આયોજન કરવા માર્ગ અને મકાન વિભાગને સુચના આપી છે. જેના ભાગરૂપે કુડાસણ ચાર રસ્તા પાસે આવેલા ગેપ ઇન મિડિયમ (કટ) બંધ કરાયા છે. તેજ રીતે અડાલજ ત્રિ મંદિર પાસેના 4 ગેપ ઇન મીડિયમ બંધ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો