કડક કાર્યવાહી:UGVCLના MD રંધાવાને ગેરરીતિ બદલ સસ્પેન્ડ કર્યા

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આઇએફએસ અધિકારી કે એસ રંધાવાની ફાઇલ તસવીર - Divya Bhaskar
આઇએફએસ અધિકારી કે એસ રંધાવાની ફાઇલ તસવીર
  • સરકારને 200 કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો

ગુજરાત સરકારમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.ના એમડી તરીકે ફરજ બજાવતા 1992 બેચના આઇએફએસ અધિકારી કે એસ રંધાવાને સસ્પેન્ડ કરી દેવાયા છે. કૃષિ વિભાગના નિગમ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનમાં તેઓ મેનેજિંગ ડિરેક્ટર પદે હતા ત્યારે તેમણે આચરેલી ગેરરીતિઓને કારણે સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું વન વિભાગના આ સસ્પેન્શન ઓર્ડરમાં જણાવાયું છે.

ગુજરાત સરકારની કોમ્પ્રિહેન્સિવ એગ્રિકલ્ચર બિઝનેસ પોલિસીના 2016થી 2021 સુધીના પાંચ વર્ષના સમયગાળામાં ઉદ્યોગોને 337 કરોડની સરકારી નાણાંની ફાળવણી છતાં ઘણાં ઉદ્યોગોને આ ફાળવણી સામે અસંતોષ હતો. આ ઓર્ડરમાં જણાવ્યા મુજબ રંધાવાએ આ પોલિસીના અમલીકરણ માટે જરૂરી વહેલાં તે પહેલાના ધોરણનો અમલ કરવાને બદલે પાછળથી અરજી કરનારાં કેટલાંક લોકોને પોલિસીના લાભ આપી દીધાં હતાં. આને કારણે સરકારને 540 કરોડની વિત્તીય જવાબદારીનું ભારણ સહન કરવું પડ્યું હતું. તેમણે સરકારને 200 કરોડથી વધુનો ચૂનો ચોપડાવી દીધો હોવાનું સૂત્રો જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...