કોરોનાનો વધતો જતો કહેર:ગાંધીનગરના મેયર સહિત જિલ્લામાં 47 લોકો કોરોના પોજીટીવ, સંપર્કમાં આવેલા લોકોને કોરોના રિપૉર્ટ કરાવી લેવા મેયરની હાકલ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રામ્ય વિસ્તારમાંથી 23 કોરોના પોજીટીવ કેસ મળી આવ્યા
  • આજે 45 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મેળવી લીધી

ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. એવામાં આજે બુધવારે ગાંધીનગર મેયર હિતેશ મકવાણા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે શહેર ગ્રામ્ય વિસ્તાર મળીને 47 કોરોનાના પોજીટીવ મળી આવ્યા છે. જેની સામે આજે 45 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મેળવી લીધી છે.

જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો
ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં કોરોનાનુ સંક્રમણ દિન પ્રતિદિન ફેલાઈ રહ્યું છે. જેના કારણે પોઝિટિવ દર્દીઓનો આંકડો પણ દરરોજ 20 થી વધુ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે મંગળવારે કોરોનાના 25 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જેમાં કોર્પોરેશન વિસ્તારમાંથી 20 અને ગ્રામ્યમાંથી પાંચ કેસ મળી આવ્યા હતા. જેમાં આઇઆઇટી તથા પેથાપુરમાં બે બાળકો સહિત નવ કેસ સામે આવ્યા હતા .

ગાંધીનગરનાં મેયર હિતેશ મકવાણા પણ કોરોના પોજીટીવ હોવાની પુષ્ટિ
એ જ રીતે આજે બુધવારે પણ કોર્પોરેશન વિસ્તારમાં આજે 24 કોરોના પોજીટીવ કેસો મળી આવ્યા છે. જે પૈકી ગાંધીનગરનાં મેયર હિતેશ મકવાણા પણ કોરોના પોજીટીવ હોવાની પુષ્ટિ થઈ છે. મેયર છેલ્લા ઘણા દિવસોથી જાહેર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. અને ઘણા લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા. આજે મેયર પોતે કોરોના પોજીટીવ હોવાનું બહાર બહાર આવતા તેમના સંપર્કમાં આવેલા કાર્યકરો સહિતના લોકોમાં ડર પ્રસરી ગયો છે.

ગ્રામ્ય વિસ્તારમાં પણ 24 કોરોનાના પોજીટીવ કેસ મળ્યા
જો કે મેયરે જાતે પોતે કોરોના પોજીટીવ હોવાની જાહેરાત કરીને અઠવાડિયાથી સંપર્કમાં આવેલા લોકોને પોતાનો અને તેમના પરિવારનો કોરોના રિપૉર્ટ કરાવી લેવા માટે હાકલ પણ કરવામાં આવી છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ 24 કોરોનાના પોજીટીવ કેસ મળી આવતાં આજે જિલ્લામાં કોરોના પોજીટીવ લોકોની સંખ્યા 47 નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...