ગાંધીનગર માહાનગરપાલિકા ખાતે કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન પોતાના જીવને જોખમમાં મુકીને કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનારા ગાંધીનગર મહાનગરપાલિકાના 288 અધિકારીઓ તથા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. જેના અંતર્ગત ગાંધીનગરના પ્રથમસેવક મેયર હિતેષભાઇ મકવાણાના વરદહસ્તે કર્મચારીયોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારી દરમિયાન પોતાના જીવ જોખમમાં મૂકીને કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનારાં મ્યુનિસિપલ કોર્પોરેશનનાં 288 કર્મચારીઓને આજે મંગળવારે મેયરના હસ્તે રૂપિયા 22 લાખ 35 હજારના પુરસ્કાર ચેક આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 288 કોરોના વોરિયર્સને રૂપિયા 22 લાખ 35 હજારના પુરસ્કાર ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં વર્ગ 1ના કુલ 3 કર્મચારિયોને રૂ. 20 હજારના ચેક, વર્ગ 2 ના કુલ 9 કર્મચારીયોને રૂ. 15 હજારના ચેક, વર્ગ 3ના કુલ 132 કર્મચારિઓને રૂ. 10 હજારના ચેક તેમજ વર્ગ 4ના કુલ 144 કર્મચારીઓને રૂ. 5 હજારના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 5 સ્વર્ગસ્થ કર્મચારિઓના પરિજનોને પણ ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે મેયરે કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે ગાંધીનગર મહાનગરપાલિકાના કર્મચારિયોએ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાની જીવને જોખમમાં મુકીને ચોવીસ કલાક સતત કામગીરી કરી છે તે અદ્વિતિય છે અને તેમણે સમાજ પ્રત્યેની પોતાની નિષ્ઠાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.