કૃષિમંત્રીનો આદેશ:માવઠાથી ખેતીને નુકસાનીનો સરવે હાથ ધરાશે, 6 જાન્યુઆરીથી સરવે કરવાની તાકીદ કરાઈ

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજયમાં કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકશાન થયું છે તેવું ખેડૂતોનું કહેવું છે. આવા સંજોગોમાં રાજયના કૃષિ વિભાગે માવઠાને કારણે રવિ પાકને નુકશાન થયું હોય તો તેનો સર્વે કરવાનું નક્કી કર્યુ છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, 6 જાન્યુઆરીએ કૃષિ વિભાગને આદેશ આપ્યો છે કે, ખેડૂતોના પાકને કેટલું નુકશાન થયું છે તેનો સર્વે કરવો. કૃષિ મંત્રીના કહ્યા પ્રમાણે હજુ રાજયમાં કમોસમી વરસાદ આવશે તેવી આગાહી છે. એકાદ-બે દિવસમાં વરસાદ પડે તેમ હોવાથી અત્યારે તાત્કાલિક સર્વે હાથ ધરવો ફરજીયાત નથી, પણ આગાહીના દિવસો પુરા થઇ જાય પછી સર્વે હાથ ધરશે. રવિ પાકમાં જીરુ, કપાસ, ઘઉ, રાયડો, ચણા, એરંડા, તુવેર, મરચાને નુકશાન થયું હોવાનું ખેડૂતોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...