કાર્યવાહી:લોન કૌંભાડના માસ્ટર માઇન્ડ હિરાલાલને જેલમાં મોકલાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 દિવસના રિમાંડ પૂરા થતા કાર્યવાહી

કોરોનાના કપરા સમયમા નોકરીવાંચ્છુઓની બેકારીનો લાભ ઉઠાવીને નોકરીની લાલચ આપી ઠગ હિરાલાલ દ્વારા તેમના ડોક્યુમેન્ટ ઉપર લોન લેવામા આવી હતી. ગાંધીનગર એલસીબી 2ની ટીમ દ્વારા ગાઝિયાબાદથી ઝડપી લીધો હતો. જ્યારે પોલીસે રીમાંડ માટે કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રીમાંડ આપ્યા હતા. જે પૂરા થતા ઠગ હિરાલાલને સેન્ટ્રલ જેલ હવાલે કરાયો હતો.

ગાંધીનગર એલસીબી 2ની ટીમ દ્વારા ચિલોડામા નોંધાયેલી ઓનલાઇન ફરિયાદના આધારે ખોડા કોલોની વંદના એન્કલેવથી આરોપી હિરાલાલ તુરંતલાલ દાસને પકડી લીધો હતો. આરોપી પાસેથી નોકરીવાંચ્છુઓને નોકરી અપાવવાનુ કહીને તેમના આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મળતા તેની પુછપરછ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...