તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર કમિટીનો નિર્ણય:રાજ્યમાં ITI અને ફાઈનલ યરની પરીક્ષા સિવાયના નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • નર્સિંગના અભ્યાસક્રમમાં અંતિમ વર્ષ સિવાયના વર્ષના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે.
  • રાજ્યમાં નર્સિંગના અભ્યાસક્રમમાં અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે.

રાજ્યમાં ધોરણ 1થી 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનના નિર્ણય અંગે વિવાદ વધ્યો છે. પરંતુ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં ITI અને નર્સિંગના અભ્યાસક્રમમાં ફાઇનલ ઇયરની પરિક્ષા લેવાશે તે સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ધો.1થી 12નું ઓનલાઇન શિક્ષણ શરૂ
ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ ગઈકાલથી શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઇ ચૂક્યો છે. ધો.1થી 12ની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા આશરે 1.27 કરોડ વિદ્યાર્થીનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે, જેમાં કોરોના મહામારીને કારણે પ્રત્યક્ષ શિક્ષણકાર્યને બદલે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સતત બીજા વર્ષે ઓનલાઈન શિક્ષણકાર્ય શરૂ થયું છે, આથી આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવ ઊજવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં શાળા-કોલેજોમાં 100 ટકા સ્ટાફ હાજર છે અને ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે.

આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય
હવે, મુખ્યમંત્રી રૂપાણીએ કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને વિચાર-વિમર્શ બાદ ધોરણ-10 એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે તેમ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. રાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયના પરિણામે ધોરણ-10 (એસ.એસ.સી.)ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાપાત્ર થશે.

રિપિટરની પરીક્ષા અંગે બાદમાં નિર્ણય
શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, કોર કમિટિમાં મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે ધોરણ-10 (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા રિપિટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં રેગ્યુલર (નિયમિત) વિદ્યાર્થી તરીકે ધોરણ-10માં પરીક્ષાની તક આપવામાં આવેલી છે પરંતુ તેઓ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શક્યા નથી.

અન્ય સમાચારો પણ છે...